ન્યૂયોર્કથી લંડન 54 મિનિટમાં: મસ્કની દરખાસ્ત

ટેસ્લાના વડા અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે પ્રસ્તાવ મૂક્યો છે કે તેમની ધ બોરિંગ કંપની લંડનને અમેરિકાના ન્યૂયોર્ક શહેર સાથે જોડવા માટે દરિયાની…

ટેસ્લાના વડા અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે પ્રસ્તાવ મૂક્યો છે કે તેમની ધ બોરિંગ કંપની લંડનને અમેરિકાના ન્યૂયોર્ક શહેર સાથે જોડવા માટે દરિયાની નીચે એક ટનલ બનાવશે, જે એક કલાકથી પણ ઓછો સમય લેશે.

ડેલી લાઉડ નામના યુઝર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. ન્યુયોર્ક સિટી અને લંડન વચ્ચેનું અંતર 3000 માઈલ અથવા 4800 કિલોમીટર છે. પરંપરાગત ટેક્નોલોજી પર ચાલતી અંડરસી ટ્રેનોના બાંધકામ ખર્ચને યોગ્ય ઠેરવવો પણ મુશ્કેલ હશે.આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ન્યૂયોર્ક સિટીને લંડનથી જોડવા માટે 20 ટ્રિલિયન ડોલરના ખર્ચે એક ટનલ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે ન્યૂયોર્ક સિટીથી લંડન માત્ર 54 મિનિટમાં, એક કલાકથી પણ ઓછા સમયમાં લેશે. આ પોસ્ટનો જવાબ આપતા, એલોન મસ્કે લખ્યું કે તેમની ધ બોરિંગ કંપની આ ટનલ 20 ટ્રિલિયન ડોલર કરતાં 1000 ગણી ઓછી કિંમતે બનાવી શકે છે.

એલોન મસ્કનો આ પ્રસ્તાવ હાઇપરલૂપ ટેક્નોલોજી પર આધારિત છે, જેને ભવિષ્યના પરિવહન તરીકે જોવામાં આવી રહી છે. તેમાં વેક્યૂમ-સીલ્ડ ટનલ હશે જેમાં તે 3,000 માઈલ પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરી શકશે.
હકીકતમાં, બ્રિટનને અમેરિકા સાથે જોડતી ટ્રાન્સએટલાન્ટિક ટનલ એટલે કે હાઇપરસોનિક અન્ડરવોટર ટનલ બનાવવા અંગે અમેરિકામાં લાંબી ચર્ચા ચાલી રહી છે, જેમાં તે 3,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. પરંતુ લંડન અને ન્યૂયોર્કને જોડતી ટ્રાન્સ-એટલાન્ટિક ટ્રેનનું સ્વપ્ન સાકાર કરવા માટે 20 ટ્રિલિયન ડોલર ખર્ચવા પડશે. જોકે, એલોન મસ્ક દાવો કરી રહ્યા છે કે તેમની કંપની ધ બોરિંગ કંપની આ કામ 20 ટ્રિલિયન કરતાં 1000 ગણા ઓછા ખર્ચે પૂર્ણ કરી શકે છે.હાલમાં ન્યૂયોર્ક સિટીથી લંડન સુધી હવાઈ મુસાફરીમાં 8 કલાકનો સમય લાગે છે. ન્યુયોર્ક સિટી અને લંડન વચ્ચેનું અંતર 3000 માઈલ અથવા 4800 કિલોમીટર છે. પરંપરાગત ટેક્નોલોજી પર ચાલતી અંડરસી ટ્રેનોના બાંધકામ ખર્ચને યોગ્ય ઠેરવવો પણ મુશ્કેલ હશે. કારણ કે તેને બનાવવામાં ઘણા વર્ષો લાગશે. પરંતુ એલોન મસ્કનું માનવું છે કે વેક્યુમ ટ્યુબ ટેક્નોલોજીથી આ શક્ય છે અને તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે.