ગુજરાત

ઠંડી જામે તે પહેલા ગુજરાતમાં તા.20મી આસપાસ માવઠાની નવી આગાહી

Published

on

ગુજરાતમાં હજુ તો માંડ ઠંડીની શરૂઆત થઇ છે. ત્યાં ફરી માવઠાની અમંગળ આગાહી આવી છે. જાણીતા આગાહીકાર આંબાલાલ પટેલના કહેવા મુજબ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતિય પ્રદેશોમાં અને તા.20 ડિસેમ્બર આસપાસ ગુજરાતમાં માવઠું થઇ શકે છે.અંબાલાલ પટેલે જણાવ્યું કે, ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેશર બની શકે છે. અલ નીનોના કારણે સિસ્ટમ સક્રિય થશે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 11-12 ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેભની અસર હેઠળ હિમવર્ષાની શક્યતા છે. આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કામોસમી વરસાદની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા 11 થી 13 ડિસેમ્બરમાં ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી પડશે. આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરુ થઈ ગઈ છે. 12 ડિસેમ્બરથી હલચલ સક્રિય થઇ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. આ હલચલ ડિપ્રેશન સુધી જવાની શક્યતા છે.16-17 ડિસેમ્બર ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષાની શક્યતા છે.
તેમણે કહ્યું કે, 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા છે. વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનો ના કારણે સિસ્ટમ સક્રિય થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version