Site icon Gujarat Mirror

મોરબી જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન જાહેર, 24 બેઠક યથાવત

લક્ષ્મીનગર, જાંબુડિયા, મકનસરની નવી સીટ અસ્તિત્વમાં આવી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં મોરબી જિલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે.
આ નવા સીમાંકનમાં મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો યથાવત રાખવામાં આવી છે. જેમાં અનુસૂચિત જાતિમાં સ્ત્રીમાં 1 અને સમાન્યમાં 1, અનુસૂચિત આદિ જાતિમાં સામાન્યમાં 1, સામાજિક અને શૈક્ષણિક પછાતમાં સ્ત્રીમાં 3 અને સમાન્યમાં 3 તેમજ સામાન્ય સ્ત્રીમાં 8 અને બિન અનામત સામાન્ય કેટેગરીમાં 7 બેઠકો જાહેર કરવામાં આવી છે.

જેમાં સામાન્ય સ્ત્રીમાં મો2બીની આમરણ, વાંકાનેરની ચંદ્રપુર, તિથવા, અને રાતીદેવળી, હળવદની માથક અને સાપકડા, ટંકારાની નેકનામ, માળિયાની સરવડ બેઠક જાહેર કરાઈ છે. જ્યારે બિન અનામત સમાન્યમાં મોરબીની બગથળા, હળવદની ચરાડવા અને ટિક2 (રણ), વાંકાનેરની મહિકા અને રાજાવડલા, માળિયાની મોટા દહીંસરા, ટંકારાની ઓટાળા બેઠક જાહેર કરાઈ છે. સામાજિક શૈક્ષણિક પછાતવર્ગ સ્ત્રીમાં વાંકાનેરની ઢુંવા, હળવદની ઘનશ્યામપુર, મોરબીની ઘુંટુ જાહેર કરાઈ છે. અનુસૂચિત આદિ જાતિમાં મોરબીની જાંબુડિયા જાહેર કરાઈ છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં મોરબીની જેતપર અને લક્ષ્મીનગર, માળિયાની ખાખરેચી જાહેર કરાઈ છે. અનુસૂચિત જાતી સ્ત્રીમાં ટંકારાની લજાઈ જાહે2 ક2ાઈ છે. જ્યારે અનુસૂચિત જાતિ સામાન્યમાં મોરબીની મકનસર બેઠક જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મો2બી તાલુકાની રવાપર, ત્રાજપર, શક્ત શનાળા અને મહેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભળી જતા તેની જગ્યાએ લક્ષ્મીનગર, જાંબુડિયા અને મકનસર નવી સીટ અસ્તિત્વમાં આવી છે. જયારે માળીયા (મી.)માં સરવડ નવી સીટ બનાવવામાં આવી અને ટંકારા નગરપાલિકા બની જતા ટંકારા સીટ કાઢીને નેકનામ નવી બનાવવામાં આવી છે.

અગાઉનું સીમાંકન
મોરબી
આમરણ, બગથળા, શક્ત શનાળા, ઘુંટુ, ત્રાજપર, મહેન્દ્રનગર, જેતપર, રવાપર
ટંકારા
ટંકારા, લજાઈ, ઓટાળા
વાંકાનેર
ચંદ્રપુર, ઢુવા, રાજાવડલા, રાતીદેવડી, તીથવા, મહીકા
હળવદ
ચરાડવા, ઘનશ્યામપુર, માથક, સાપકડા, ટીકર (રણ)
માળીયા(મી.)
મોટા દહીંસરા, ખાખરેચી

નવું સીમાંકન
મોરબી
આમરણ, બગથળા,લક્ષ્મીનગર (નવી), ઘુંટુ, જાંબુડિયા (નવી), મકનસર (નવી), જેતપર
ટંકારા
નેકનામ (નવી), લજાઈ, ઓટાળા
વાંકાનેર
ચંદ્રપુર, ઢુવા, રાજાવડલા, રાતીદેવડી, તીથવા મહીકા
હળવદ
ચરાડવા, ઘનશ્યામપુર, માથક, સાપકડા, ટીકર (રણ)
માળીયા(મી.)
મોટા દહીંસરા, ખાખરેચી, સરવડ (નવી)

Exit mobile version