અમદાવાદ સહિત આઠ નવી મનપામાં નવા સુકાનીઓની વરણી

પોરબંદર, નવસારી, ગાંધીધામ, મોરબી , જામનગર, મહેસાણા અને નડિયાદને મળ્યા નવા સુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ગયા બાદ પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકાર…

પોરબંદર, નવસારી, ગાંધીધામ, મોરબી , જામનગર, મહેસાણા અને નડિયાદને મળ્યા નવા સુકાની

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થઈ ગયા બાદ પ્રદેશ ભાજપ અને રાજ્ય સરકાર દ્વારા સર્વપ્રથમ તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પંચાયત અને આજથી મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી છે જેમાં અમદાવાદ, નવસારી, મોરબી, જામનગર, મહેસાણા, પોરબંદર તથા નડિયાદ મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે. નવરચિત મહાનગર પાલિકાઓના મેયરની સાથે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષ નેતા અને દંડકની નિયુક્તિ કરવામાં આવી છે.

28 તારીખના રોજ રાજકોટ સહિતની મહાનગરો ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આ વખતે રાજકોટ મહાનગર પાલિકાના હોદ્દેદારોની વરણી અલગ રીતે થવા જઈ રહી છે અને ઇતિહાસમાં પ્રથમ વખત મેયર અને ડેપ્યુટી મેયર ના પદ માટે ઉમેદવારોએ ફોર્મ ભરવા પડશે અને તેમની ચૂંટણી યોજાશે. હાલ એ વાત નક્કી છે કે પ્રદેશ અધ્યક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા નામ જ હોદ્દો સંભાળશે પરંતુ આ વખતે વહીવટી પ્રક્રિયામાં ફોર્મ ભરી ચૂંટણી કર્યા બાદ જ હોદ્દાઓ સંભાળવામાં આવે તેવી સરકારે સૂચના આપી હોવાનું જાણકાર વર્તુળો કઈ રહ્યા છે. જેના ભાગરૂૂપે ગુરુવારે જનરલ બોર્ડ મળશે અને તે પૂર્વે ભાજપની સંકલન બેઠકમાં હોદેદારોના નામોની જાહેરાત કરી દેવામાં આવશે. મહાનગર પાલિકાના સંપર્ક સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં મેયર અને ડે.મેયરની ચૂંટણી ફોર્મ ભરીને કરવા રાજ્ય સરકારની સૂચનાથી નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ

એએમસીના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે.

મહેસાણા

મહેસાણા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની જાહેરાત ભાજપના કમલમ કાર્યાલય ખાતેથી કરવામાં આવી છે, જેની ટાઉનહોલ ખાતે યોજાનારી પ્રથમ સભામાં વિધિવત જાહેરાત કરાશે. આ નવી વરણીમાં મેયર તરીકે વોર્ડ નંબર 11ના સોનલબેન ઓઝા, ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 12ના રમેશભાઈ રાજપૂત અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 5ના દીપક પટેલની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, મહાનગરપાલિકામાં પક્ષના નેતા તરીકે વિશાલસિંહ ઠાકોર અને દંડક તરીકે અનિલ દેસાઈની વરણી કરવામાં આવી છે.

ગાંધીધામ

દિવ્યા નાથાણી ગાંધીધામ મનપાના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નવીન જરૂૂં તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે તેજસ શેઠની વરણી કરાઈ છે.

પોરબંદર

પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે સાગર મોદી અને ડેપ્યુટી મેયર તરીકે મનિષ શિયાળની નિમણુંક કરાઇ છે. તો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેર તરીકે વિક્રમ ઓડેદરા, શાસક પક્ષના નેતા તરીકે હર્ષદ બામણીયા અને દંડક તરીકે ક્રિષ્ના કોઠીયાની વરણી કરાઇ છે.

નવસારી

નવસારીના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2ના અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5), શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8) અને દંડક તરીકે રાકેશ પટેલ (વોર્ડ નંબર 7) ના નામ જાહેર કરાયા છે.

નડીયાદ

નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 11ના મનીષ પટેલની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળ (વોર્ડ નંબર 9), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટ (વોર્ડ નંબર 5), શાસક પક્ષના નેતા તરીકે મેઘના વિકાસકુમાર શાહ (વોર્ડ નંબર 7) અને દંડક તરીકે પુષ્પાબેન પરમાર (વોર્ડ નંબર 5) ના નામ જાહેર કરાયા છે.

મોરબી

મોરબીના પ્રથમ નાગરિક તરીકે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ઉતમ સુરાણીની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 6ના ચિરાગ રાણપરાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર જયંતીભાઈ પડસુંભિયાની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અર્પિતાબા જાડેજા અને દંડક તરીકે જયેશભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.

જામનગર

જામનગર મનપામાં મેયર તરીકે મોનિકા વ્યાસ અને ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની વરણી કરાઈ છે. ધીરેનકુમાર મોનાણીને સ્ટેન્ડિંગ ચેરમેન તો અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવિણાબેન રુપડીયાને દંડક બનાવાયા છે.