Site icon Gujarat Mirror

રૂડાના 77 સરવે નંબરનો સમાવેશ કરવા નવી બેડી ટીપી સ્કીમ નં. 39/2 જાહેર

ગવરીદડ તથા મનહરપુર ગામના વિસ્તારોનો ટી.પી.સ્કીમમાં સમાવેશ, વાંધા વચકા માટે જાહેર જનતાએ કચેરીનો સંપર્ક કરવા અપીલ

ગુજરાત મિરર, રાજકોટ,તા.25
ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-22(1) હેઠળ સરકારશ્રી દ્વારા રચાયેલ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ-(રૂૂડા) દ્વારા તા.16/03/2026ની બોર્ડ બેઠક નં.181ના ઠરાવ નં.2074થી અધિનિયમ-1976ની કલમ-41(1) હેઠળ તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો-1979ના નિયમ-16 હેઠળ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં.39/2(બેડી)રૂૂડા બનાવવાનો ઈરાદો જાહેર કરેલ છે. સદરહુ અધિનિયમની કલમ-41(2)ની જોગવાઈ અનુસાર સદર યોજનાનો ઈરાદો આથી પ્રસિધ્ધ કરી, અધિનિયમની કલમ-41(3)ની જોગવાઈ અનુસાર યોજનાનો વિસ્તાર દર્શાવતો નકશો રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની ઉપર દર્શાવેલ સરનામાંવાળી કચેરીમાં રજાના દિવસો સિવાયના અને કચેરીના સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખી અને સમજાવવાની વ્યવસ્થા કરેલ છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની તા.23/09/2025ની બોર્ડ બેઠક નં.178ના ઠરાવ નં.2040 થી મોજે: બેડી વિસ્તારમાં સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં.39/2(બેડી)બનાવવાનું નક્કી કરાયેલ છે. જેનું ક્ષેત્રફળ 202.69.36 હેક્ટર છે અને ખાનગી એજન્સી પાસે તેની માપણી કરાવ્યા બાદ સદરહુ સ્ક્રીમ માટે ડી.આઈ.એલ.આરશ્રીની કચેરીના તા. 14/11/2025ના પત્રથી નીમતાણું મેળવેલ છે તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41(1)ની જોગવાઈઓ મુજબ મુખ્ય નગર નિયોજકશ્રી,ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો જરૂૂરી પરામર્શ પત્ર સત્તામંડળના વિકસીત વિસ્તાર પૈકી મોજે-પાળ અને મોજે:કાંગશીયાળી ગામમાં ખુબજ ઝડપથી વિકાસ પામી રહેલ હોવાથી ત્યાં મુસદારૂૂપ નગર રચના યોજના બનાવવાની થાય છે.

સદરહુ યોજના અન્વયે મુખ્ય નગર નિયોજકશ્રી દ્વારા આપવામાં આવેલ પરામર્શ મુજબની હદ નકશામાં ગુલાબી રંગની ઘેરી લીટીથી દર્શાવેલ છે અને આ સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં.39/2(બેડી)ની ચર્તુ: સીમા-હદ નીચે મુજબ છે. ઉત્તરે : મોજે:ગવરીદડ ગામના અન્ય રે.સર્વે નંબરો તથા મોજે:મનહરપુર ગામના અન્ય રે.સર્વે નંબરો આવેલ છે. દક્ષિણે : સૂચિત મુસદારૂૂપ નગર રચના યોજના નં.39/1(બેડી)ની હદ આવેલ છે. પૂર્વ : મોજે:બેડી ગામના અન્ય રે.સર્વે નંબરો આવેલ છે. પશ્ચિમ : આજી નદી આવેલ છે.

જમીનોના સરવે નંબરોની વિગત
મોજે:બેડી 148, 149, 150/1, 150/2, 151, 156, 157, 158, 159પૈકી 1/પૈકી 1, 159પૈકી 1/પૈકી 2, 160, 161, 191, 192, 195, 196/1પૈકી 1,196/1/પૈકી 2, 196/2, 197/1, 197/2, 198, 199, 200, 201, 202, 203, 204, 205, 206 પૈકી, 207, 208પૈકી, 209, 210, 211/1, 211/2, 212, 213, 214, 215, 216, 217/1/1, 217/1/2, 217/2, 218, 219/1, 219/2, 220, 221, 222/1, 222/2, 223, 216, 224પૈકી, 225/1, 225/2, 225/3, 225/4, 225/5, 225/6, 225/7, 225/8, 225/9, 226, 227પૈકી, 228પૈકી, 229. 230/1 પૈકી, 230/2, 231, 232/1, 232/2, 233, 234, 235, 238પૈકી, 261/1 પૈકી ’ તથા સરકારશ્રીની માલિકીના રે.સર્વે નં.261પૈકી ખરાબાની જમીનનો સમાવેશ થાય છે.

 

Exit mobile version