શેરી-ફેરિયાઓ માટે નવી અરજી અને લોન માટે કાલે કેમ્પ

ભારત સરકાર દ્વારા COVID-19થી અસરગ્રસ્ત શેરીફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના થકી તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી શકે તે હેતુથી વર્કિંગ કેપિટલ લોન મળી…

ભારત સરકાર દ્વારા COVID-19થી અસરગ્રસ્ત શેરીફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના થકી તેઓની આજીવિકા પુન:સ્થાપિત કરી શકે તે હેતુથી વર્કિંગ કેપિટલ લોન મળી રહે તે માટે ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્રારા PMSVANidhi યોજના માર્ચ- 2030 સુધી લાગુ કરવામાં આવેલ છે. જેના ભાગરૂૂપે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણીમાં ભારત સરકાર દ્વારા શેરીફેરિયાઓ માટે PMSVANidhi યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.

આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ તથા તેમના પરિવારજનોનું સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારની અન્ય યોજનાઓનો લાભ આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ (આધાર નંબર સાથે લીંક હોય તે) ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, UPI આઈ.ડી., ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે તા.13ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જયુબીલી ગાર્ડન પાસે રાજકોટ ખાતે સવારે 10:00 થી સાંજે 5.00 કલાક સુધી આ PMSVANidhi યોજનામાં પેન્ડીંગ રહેલ અરજીઓ મંજુર થાય તે માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન બેંકના અધિકારી પણ સ્થળ ખાતે હાજર રહેશે તેમજ નવી અરજી કરવા ઈચ્છતા લાભાર્થીઓ માટે સ્થળ પર જ નવી એપ્લીકેશન કરવામાં આવશે.