સોલાર પેનલના ધંધાના બહાને ભાણેજની મામા સાથે રૂપિયા 18.62 લાખની ઠગાઈ

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં સોલાર પેનલના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને પોતાના જ સગા મામા સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મવડી…

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં સોલાર પેનલના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને પોતાના જ સગા મામા સાથે લાખો રૂૂપિયાની છેતરપિંડી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મવડી વિસ્તારમાં રહેતા અને ગાડી રિપેરિંગનો વ્યવસાય કરતા સાગરભાઈ જેન્તીભાઈ રાદડિયાએ તેમના ભાણેજ વશરામભાઈ શૈલેષભાઈ પાધરા (રહે. સરધાર) સામે 18.62 લાખ રૂૂપિયા ઓળવી જવા અંગે અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના અંગે આજીડેમ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ફરિયાદની વિગતો અનુસાર, આરોપી વશરામભાઈ પાધરા અગાઉ સાગરભાઈના ગેરેજ પર કામ શીખવા આવતો હતો. ત્યારબાદ તેણે સોલાર પેનલનો વ્યવસાય શરૂૂ કર્યો હોવાનું જણાવી ધંધામાં નાણાંની જરૂૂરિયાત હોવાથી રોકાણ કરવા સાગરભાઈને લાલચ આપી હતી. મામા સાગરભાઈએ ભાણેજ પર વિશ્વાસ મૂકીને એપ્રિલ 2023થી ઓગસ્ટ 2025 દરમિયાન બેંક ટ્રાન્સફર તેમજ રોકડ સ્વરૂૂપે ટુકડે-ટુકડે કુલ 26,09,990 રૂૂપિયા આપ્યા હતા. શરૂૂઆતમાં નફાના બહાને આરોપીએ સાગરભાઈને 7,47,690 રૂૂપિયા પરત કર્યા હતા, પરંતુ બાકી નીકળતા 18,62,300 રૂૂપિયા ચૂકવવામાં આનાકાની કરવા લાગ્યો હતો.

તપાસ દરમિયાન સાગરભાઈને જાણવા મળ્યું હતું કે આરોપી વશરામભાઈએ સોલારના ધંધાના નામે મેળવેલા નાણાં સોલાર વ્યવસાયમાં રોકવાને બદલે બારોબાર શેરબજારમાં વાપરી નાખ્યા હતા. જ્યારે સાગરભાઈએ પોતાના બાકી નીકળતા 18,62,300 રૂૂપિયા પરત માંગ્યા ત્યારે આરોપીએ મકાનની લોન ભરપાઈ કરી મકાન વેચી પૈસા આપી દેવાની બાંહેધરી આપી હતી. પરંતુ લાંબો સમય વીતવા છતાં નાણાં પરત ન આપીને ગેરેજે આવી “હવે રૂૂપિયા ભૂલી જજે, નહીંતર જીવતો નહીં રહેવા દઉં” તેવી ધમકી આપતાં સાગરભાઈએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.