નેપાળ સરકારે ભારતીય આયાતો પર નવો ટેકસ લાદતા સરહદે જામ

નેપાળમાં ભારતથી આવતા સામાન પર લાદવામાં આવેલા નવા કસ્ટમ ટેક્સ અને કડક નિયમોને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. નેપાળના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંની સરકારના…

નેપાળમાં ભારતથી આવતા સામાન પર લાદવામાં આવેલા નવા કસ્ટમ ટેક્સ અને કડક નિયમોને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. નેપાળના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંની સરકારના નવા આદેશ બાદ વેપારીઓએ વિરોધ નોંધાવતા છેલ્લા ચાર દિવસથી સામાનની આયાત અટકાવી દીધી છે. આ અચોક્કસતાને કારણે ભારત-નેપાળ બોર્ડર પર હજારો ક્ધટેનરો ફસાઈ ગયા છે અને ટ્રકોની લાંબી લાઈનો લાગી છે. જો વેપારીઓ અને સરકાર વચ્ચેનો આ અવરોધ જલ્દી ઉકેલાશે નહીં, તો નેપાળના બજારોમાં જીવનજરૂૂરી ચીજવસ્તુઓની ભારે અછત સર્જાઈ શકે છે અને સામાન્ય જનતા માટે મોંઘવારીનો મોટો ફટકો પડવાની શક્યતા છે. જો કે નેપાળ સરકાર છેલ્લા દસ વરસથી આ વધારો લાગુ કરવા વારંવાર ઉત્પાત મચાવતી રહી છે.

નેપાળ સરકારે 28 એપ્રિલથી એક નવો નિયમ અમલી બનાવ્યો છે, જે મુજબ ભારતથી આવતા 100 નેપાળી રૂૂપિયાથી વધુની કિંમતના દરેક સામાન પર કસ્ટમ ડ્યુટી એટલે કે ટેક્સ ભરવો પડશે. આ નવા કાયદાની સૌથી મહત્ત્વની શરત એ છે કે કોઈપણ સામાન નેપાળમાં પ્રવેશતા પહેલા તેના પર MRP (મહત્તમ છૂટક કિંમત)નું લેબલ લાગેલું હોવું ફરજિયાત છે. જોકે, સરકારના વાણિજ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગે વેપારીઓને તૈયારી કરવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો, પરંતુ વેપારીઓ આ ફેરફારનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે દરેક નાની-નાની ચીજવસ્તુઓ પર અગાઉથી કિંમતના લેબલ લગાવવા વ્યવહારિક રીતે ખૂબ જ અઘરું છે, જેના કારણે અત્યારે આયાતની પ્રક્રિયા અટકી પડી છે.કડક અમલીકરણને કારણે ભૈરહવા, વીરગંજ, વિરાટનગર અને નેપાળગંજ જેવા બોર્ડર પોઈન્ટ્સ પર માલસામાન ભરેલા ટ્રકો અટવાઈ પડ્યા છે.

ભૈરહવા કસ્ટમ ઓફિસના જણાવ્યા અનુસાર, મંગળવારથી અત્યાર સુધીમાં 1,000થી વધુ ક્ધટેનરો બોર્ડર પર ફસાયેલા છે. કસ્ટમ અધિકારીઓ માત્ર એ જ સામાનને પ્રવેશ આપી રહ્યા છે જેના પર ખછઙ લખેલી હોય. જોકે, રાહતની વાત એ છે કે પેટ્રોલિયમ પેદાશો, ઔદ્યોગિક કાચો માલ અને શાકભાજી જેવો જલ્દી બગડી જાય તેવા સામાનને અત્યારે છૂટ આપવામાં આવી રહી છે.