ગુજરાત

રાજકોટ ડિવિઝનમાં કર્મચારીઓએ રેલવે ટ્રેક અને પ્લેટફોર્મની સફાઇ કરી ચમકાવ્યા

Published

on


રાજકોટ ડિવિઝન દ્વારા 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર, 2024 દરમિયાન સ્વચ્છતા પખવાડા” મનાવવામાં આવી રહ્યું છે. આ પખવાડિયા દરમિયાન, રેલવે પરિસરને સુંદર બનાવવા માટે વિવિધ સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.


પખવાડિયાના સાતમા દિવસે, આજે સ્વચ્છ ટ્રેક’ની થીમ પર, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર સહિતના ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર રેલ્વે કર્મચારીઓએ શ્રમદાન કરીને રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મ ને ચમકાવ્યો હતો. ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો પર રેલવે કર્મચારીઓ દ્વારા પ્લેટફોર્મ, રેલવે ટ્રેક અને સ્ટેશન પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રેલ્વે ટ્રેકની આસપાસ ઉગેલું ઘાસ દૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ડ્રેનેજ ચોક ન થાય તે માટે પાટા વચ્ચેની ગટરોની પણ સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. મુસાફરો દ્વારા ઉપયોગમાં લેવાતી જગ્યાઓ જેમ કે કોન્કોર્સ હોલ, શૌચાલય, વેઇટિંગ હોલ, વેઇટિંગ રૂૂમ વગેરેની પણ સંપૂર્ણ સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન બાદ સ્ટેશનોની સ્વચ્છતા અને સુંદરતા જોવા જેવી છે. આ સ્વચ્છતા અભિયાન થી ચેપને ના લીધે ફેલાતા રોગોને રોકવામાં પણ ઘણી મદદ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version