Site icon Gujarat Mirror

અમરેલીના તરવડામાં યુવાન ઉપર પાડોશી પરિવારનો લાકડી વડે હુમલો

oplus_32

સરપંચે દિવાલ રોડ પર બહાર કાઢવાની ના પાડતા યુવાને ફરિયાદ કર્યાની શંકાએ માર મારી મોબાઇલ લૂંટી લીધાનો આરોપ

અમરેલીનાં તરવડા ગામે સરપંચે દિવાલ રોડ પર બહાર કાઢવાની ના પાડતા પાડોશી યુવાને સરપંચને ફરીયાદ કરી હોવાની શંકાએ પાડોશી પરીવારે યુવાન પર હુમલો કરી મોબાઇલની લુટ ચલાવી હોવાનાં આક્ષેપ સાથે યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલે ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવાનને હુમલાખોર પરીવાર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીનાં તરવડા ગામે રહેતા કલ્પેશ રમેશભાઇ રાઠોડ (ઉ.વ. 32) પોતાનાં ઘર પાસે હતો ત્યારે પાડોશમા રહેતા કિશન નાથાભાઇ ચામડીયા, નાથાભાઇ દાનાભાઇ ચામડીયા અને મંજુબેન નાથાભાઇ ચામડીયાએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હોવાનાં આક્ષેપ સાથે કલ્પેશ રાઠોડને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.ઇજાગ્રસ્ત યુવાને હુમલાખોર શખસો વિરુધ્ધ નોંધાવેલી ફરીયાદમા જણાવ્યુ હતુ કે કિશન ચામડીયાએ કલ્પેશ રાઠોડને ગાળો ભાંડી તુ મારા વિરુધ્ધ સરપંચ ગોરધનભાઇને દિવાલ બજારમા બનાવતો હોવાની શુ કામ ફરીયાદ કરે છે તેમ કહી ઝઘડો કર્યો હતો. તે સમયે તેનાં માતા – પિતા આવી જતા ત્રણેયએ ઉશ્કેરાય જઇ કલ્પેશ રાઠોડ અને તેની પત્નીને માર માર્યો હોવાનુ ફરીયાદમા નોંધાવ્યુ છે.

Exit mobile version