Site icon Gujarat Mirror

નવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યો

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં સાંજના સમયે જૂની અદાવતમાં એક મહિલા પર પાડોશી પરિવારે હોકી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નવલનગરમાં રહેતા 35 વર્ષીય સોનલબેન સાંજે 5:30 વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતા, ત્યારે પાડોશમાં રહેતા સુરેશ, તેની પત્ની નીમુબેન, પુત્રી ગૌરીબેન અને વર્ષાબેન સહિતના શખ્સોએ ધસી આવી ઝઘડો શરૂૂ કર્યો હતો.

બોલાચાલી ઉગ્ર બનતા આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ સોનલબેન પર હોકી વડે હુમલો કરી ગંભીર માર માર્યો હતો. લોહીલુહાણ હાલતમાં સોનલબેનને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ હુમલા પાછળનું કારણ સગીરાના અપહરણની જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ, આરોપી સુરેશનો નાનો ભાઈ જયેશ અગાઉ ફરિયાદી સોનલબેનની સગીર વયની દીકરીને ભગાડી ગયો હતો.
આ બાબતે સોનલબેન અને તેમના પરિવારે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેનો ખાર રાખીને આરોપી પરિવાર અવારનવાર ઝઘડો કરતો હતો.

બનાવના દિવસે સોનલબેનની દીકરી જ્યારે આરોપીની દુકાને દૂધ લેવા ગઈ હતી, ત્યારે આરોપીઓએ તેને માર મારવાનું શરૂૂ કર્યું હતું. પોતાની વ્હાલસોયી દીકરીને બચાવવા માટે જ્યારે સોનલબેન વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ એકસંપ થઈ તેમના પર હુમલો કર્યો હતો. હાલ આ મામલે પોલીસે હોસ્પિટલ પહોંચી સોનલબેનની નોંધણી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version