ગુજરાત

ખંભાળિયામાં નવરાત્રીની તડામાર તૈયારીઓ: ઠેર ઠેર પ્રેક્ટિસ શરૂ

Published

on

અવનવા સ્ટેપ્સ સાથે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ

ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ઉજવણીના પ્રારંભે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં વેલકમ નવરાત્રીના કાર્યક્રમોની શરૂૂઆત થઈ રહી છે.


નવરાત્રીના પર્વની તૈયારીઓમાં ખેલૈયાઓએ આ વખતે પ્રાચીન અને અર્વાચીન ડાંડીયા સ્ટેપ્સનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. આ તહેવારનો ઉત્સાહ માત્ર ગરબા અને ડાંડીયા રમવાથી જ નહી, પણ નવા ડાન્સ સ્ટેપ્સ સાથે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહનો માહોલ સર્જાયો છે.


નવરાત્રીમાં પરંપરાગત પ્રાચીન ગરબા અને અર્વાચીન ડાંડીયા સ્ટેપ્સની અનોખી મિશ્રણને ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. શેરી-મહોલ્લાઓ, પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓએ પ્રાચીન ગરબા સાથે તેમજ અત્યારના વેસ્ટર્ન કલ્ચર સાથેના ગરબે ઘૂમતી બાળાઓ, યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના ખેલૈયાઓને ગરબા શીખવાડતા માસ્ટર્સ દ્વારા અવનવા સ્ટેપ્સ ખેલૈયાઓને શિખવાડવામાં આવી રહ્યા છે. આ સાથે શીખવાની શરૂૂઆતથી જ ખેલૈયાઓ વધુ આત્મવિશ્વાસ અને ઉત્સાહથી રમી રહ્યા છે.

આ વર્ષે અનેક ખેલૈયાઓ નવા સ્ટેપ્સ સાથે તાલીમકારો પાસેથી જુદા-જુદા દાંડીયા સ્ટેપ્સ શીખી રહ્યા છે. પરંપરાગત ત્રણ તાળીથી શરૂૂઆત કરી, કચુકો, 6 સ્ટેપ, 32 સ્ટેપ વિગેરે જેવા અનેક સ્ટેપ્સ અને ફ્યુઝન સ્ટેપ્સ તો ખેલૈયાઓમાં નવી આશા અને ઊર્જા ભરી રહ્યા છે. આધુનિક મ્યુઝિક સાથે ડિજિટલ લાઈટ્સ સાથે ડાંડીયા રાસની રંગીન રમઝટ શહેરના મુખ્ય સ્થળો પર પ્રાચીન અને અર્વાચીન સ્ટેપ્સ સાથેના ગરબા રમવામાં આવી રહ્યા છે. ગરબા રમવા માટે અત્યારે લાઈવ ઓર્કેસ્ટ્રા તેમજ ડી.જે. દ્વારા સંગીત અને ડિજિટલ લાઈટ્સ સાથે ખેલૈયાઓને ગરબે ઝૂમતા જોવા મળે છે.


શહેરી જનતાનો ઉત્સાહ
ખંભાળિયાની શેરી-ગલીઓમાં અનેરો ઉત્સાહનો માહોલ છે. ખેલૈયાઓએ નવરાત્રીની ઉજવણીને વધુ સુંદર બનાવવા માટે અલગ અલગ પ્રકારના નવા સ્ટાઈલ અને અવનવા સ્ટેપ્સ મુવ્સ શીખ્યા છે, જેને કારણે આ વખતે નવરાત્રીની રમઝટ વધુ આકર્ષક બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version