કાલથી નવરાત્રીનો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

આસો શુદ એકમને તા.11 ઓક્ટોબર રવિવારે આસો મહા નવરાત્રીનો પ્રારંભ થશે. આ વર્ષે માતાજી હાથી ઉપર બેસી અને પધારશે જે સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે…

આસો શુદ એકમને તા.11 ઓક્ટોબર રવિવારે આસો મહા નવરાત્રીનો પ્રારંભ થશે. આ વર્ષે માતાજી હાથી ઉપર બેસી અને પધારશે જે સુખ સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે શુભ ગણાય છે. આ વર્ષે નવરાત્રીમા બે સાતમ તિથિ છે જ્યારે નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે નોમના દિવસે દશેરા છે આથી નવ નોરતા પુરા રહેશે આ દિવસે આખો દિવસ ગરબો ખરીદવો તથા ગરબાની સ્થાપના ઘટ સ્થાપના કરવી શુભ રહેશે.

નવદુર્ગાના સ્વરૂપો અને નૈવેદ્યની યાદી
નોરતુ 1મુ ( રવિવારે 11 ઓક્ટોબર 2026): મા શૈલપુત્રીની પૂજા
નૈવેદ્ય: ગાયનું શુદ્ધ ઘી અથવા ઘીમાંથી બનેલી મીઠાઈ (આરોગ્ય અને સુખ માટે).
નોરતુ 2મુ (સોમવારે 12 ઓક્ટોબર 2026): મા બ્રહ્મચારિણીની પૂજા
નૈવેદ્ય: સાકર, સફેદ મીઠાઈ, મિશ્રી અથવા પંચામૃત (લાંબા આયુષ્ય માટે).
નોરતુ 3મુ (મંગળવારે 13 ઓક્ટોબર 2026): મા ચંદ્રઘંટાની પૂજા
નૈવેદ્ય: દૂધ અથવા દૂધમાંથી બનેલી ખીર/મીઠાઈ (દુ:ખોથી મુક્તિ માટે).
નોરતુ 4મુ (બુધવારે 14 ઓક્ટોબર 2026): મા કુષ્માંડાની પૂજા
નૈવેદ્ય: માલપુઆ (બુદ્ધિ અને નિર્ણયશક્તિના વિકાસ માટે).
નોરતુ 5મુ (ગુરુવારે 15 ઓક્ટોબર 2026): મા સ્કંદમાતાની પૂજા
નૈવેદ્ય: કેળા અથવા કેળાનો પ્રસાદ (શારીરિક સ્વાસ્થ્ય માટે).
નોરતુ 6ઠુ (શુક્રવારે 16 ઓક્ટોબર 2026): મા કાત્યાયનીની પૂજા
નૈવેદ્ય: મધ અથવા મધયુક્ત પ્રસાદ (સૌંદર્ય અને આકર્ષણ માટે).
નોરતુ 7મુ (શનિવારે 17 ઓક્ટોબર 2026): મા કાલરાત્રિની પૂજા
નૈવેદ્ય: ગોળ અથવા ગોળમાંથી બનેલી વાનગી (સંકટોમાંથી મુક્તિ માટે).
નોરતુ 8મુ (રવિવારે 18 ઓક્ટોબર 2026): મા મહાગૌરીની પૂજા
નૈવેદ્ય: નાળિયેર અથવા નાળિયેરની મીઠાઈ (મનોકામના પૂર્તિ માટે).
નોરતુ 9મુ (સોમવારે 19 ઓક્ટોબર 2026): મા સિદ્ધિદાત્રીની પૂજા
નૈવેદ્ય: તલ, હલવો, પૂરી કે ચણા (સુખ-સમૃદ્ધિ અને સિદ્ધિઓ માટે).
(સંકલન શાસ્ત્રી રાજદીપ જોષી વેદાંત રત્ન)

ગરબો ખરીદવા તથા ગરબા સ્થાપના ઘટ સ્થાપનાના શુભ મુહૂર્ત

તા.11 ઓક્ટોબર રવિવાર
દિવસના શુભ ચોઘડિયા
ચલ: 8.10 થી 9.38
લાભ: 9.38 થી 11.06
અમૃત: 11.06 થી 12.33
શુભ: 2.01 થી 3.30
બપોરે અભિજીત મુહૂર્ત બપોરે 12.10 થી 12.57
રાત્રીના શુભ ચોઘડિયા
શુભ: 6.24 થી 7.57
અમૃત: 7.57 થી 9.29
પ્રદોષ કાળનો સાંજે 6.24થી 9.18