Site icon Gujarat Mirror

પડધરીના ગોવિંદપુરમાં ભાભી સાથે કામ મુદે બોલાચાલી થતાં નણંદે ઝેરી દવા પીધી

પડધરીનાં ગોવીંદપુર ગામે ખેત મજુરી અર્થે આવેલી સગીરાને નજીવા પ્રશ્ર્ને ભાભી સાથે કામ બાબતે બોલાચાલી થતા ઝેરી દવા પી લીધી હતી આપઘાતનો પ્રયાસ કરનાર સગીરાને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામા આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વીગત મુજબ પડધરી તાલુકાનાં ગોવીંદપુર ગામે પરીવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી મમતાબેન મહોબતભાઇ નીનામા નામની 1પ વર્ષની સગીરા જીતાભાઇની વાડીએ હતી ત્યારે સાંજનાં સાડા પાચેક વાગ્યાનાં અરસામા ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી.

પ્રાથમીક પુછપરછમા આપઘાતનો પ્રયાસ કરનાર સગીરા મુળ મધ્યપ્રદેશની વતની છે અને ચાર ભાઇ ચાર બહેનમા વચેટ છે . મમતાબેન નીનામાને કામ બાબતે ભાભી સાથે બોલાચાલી થતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version