ગુજરાત

સુરેન્દ્રનગર પાસે SMCના PSIનાં મોત મામલે ઘૂંટાતું રહસ્ય: કાર અને ટ્રેલરની શોધખોળ

Published

on

ગાર્ડ ઓફ ઓનર સાથે પીએસઆઇ પઠાણની દફનવિધિ: બનાવમાં રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઘાયલ

સુરેન્દ્રનગરના દસાડા નજીક દારૂ પકડવા ગયેલા સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણના મોત મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જી ભાગી છુટેલા ટ્રેલર અને જે કારમાં દારૂ હોવાની શંકા હતી તે ક્રેટા કાર ગુમ હોય તેને શોધવા રાજયભરની પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના પાછળ અનેક ભેદભરમ ઉભા થયા છે. બનાવ ખરેખર અકસ્માતનો છે કે કેમ? તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. આ બનાવમાં મુળ રાજકોટના અને હાલ એસએમસીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સહીત બે ઘાયલ થયા છે.


પીએસઆઇ જે. એમ. પઠાણના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ત્યાં જ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. એસએમસીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. હત્યાના ઈરાદે સમગ્ર બનાવ બન્યો હોવાની આશંકા છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજવતા પીએસઆઇ જાવેદ પઠાણના મૃત્યુ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિરલિપ્ત રાયે નિવેદન આપતા કહ્યું કે 4 નવેમ્બરના રોજ પીએસઆઇ પઠાણને બાતમી મળી હતી કે સુરેન્દ્રનગરમાં દારૂૂની હેરાફેરી થવાની છે અને 4 ખાનગી માણસોને લઈને રેડ કરવા માટે ગયા હતા.

એસએમસીની એક ટીમ રેકી કરતી હતી, જ્યારે બીજી ટીમ વાહનોની ચેકિંગ કરતી હતી. દારૂૂ ભરેલી ગાડી નીકળે તો તેને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન પીએસઆઇનું ટ્રેલરથી ટક્કર વાગતા મોત થયું હતું.


સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના કઠાડા ગામમાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ જે. એમ. પઠાણના મોત મામલે હવે રાજકારણ ગરમાયું છે. દસાડાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ અંગે ગંભીર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે પીએસઆઇ જે.એમ.પઠાણ એક બુટલેગરને ત્યાં રેડ કરવા ગયા હતા અને બુટલેગરે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ભાંગી પડી હોય તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે. એક તરફ ધર્મના ઝનૂનમાં ગુજરાતને નશામાં રાખવામાં આવે છે.

યુવાધન નશામાં બરબાદ થઈ રહ્યું છે.
સુરેન્દ્રનગરના કઠાડા નજીક જખઈના પીએસઆઇનું અકસ્માતમાં મોત મામલે પોલીસ વિભાગ તરફથી તપાસ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર ડીએસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. એસએમસીના પીએસઆઇ પઠાણના મોતના મામલે રહસ્ય ઘૂંટાયું છે. બનાવ બાદ શંકાસ્પદ ક્રેટા કાર ગુમ છે. એસએમસીનો સ્ટાફ શંકાસ્પદ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન ઘટના બની હોવાનો તપાસમાં સામે આવ્યું છે. પોલીસની ટીમ ક્રેટા કારચાલકની શોધખોળ કરી રહી છે. અકસ્માત સર્જનાર કાર અને ટ્રેલર સહિતના વાહનો પણ લાપતા છે. જેની રાજયભરમાં શોધખોળ શરૂ કરી છે.


સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ. પઠાણની સાંજે 4 વાગ્યે દફનવિધિ શરૂૂ કરવામાં આવી. એસએમસીના પોલીસ અધિકારીઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અમદાવાદમાં જુહાપુરા સ્થિત તેમના નિવાસસ્થાને પીએસઆઇ જે.એમ. પઠાણને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ આપવામાં આવી. તેમની અંતિમવિધિમાં અનેક સગા-સંબંધીઓ, મિત્રો સાથે સ્ટેટ મોનીટરીંગ સેલના મોટા અધિકારીઓ અને પોલીસ સ્ટાફના માણસો પણ હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version