Site icon Gujarat Mirror

કલેજા જલતા હૈ તભી શરાબ પી જાતી હૈ : રાજકોટના યુવાનનો મિત્રો સાથે ‘દારૂ’ની મહેફીલનો વીડીયો વાઇરલ

રાજકોટ શહેરમા અવાર નવાર જાહેરમા મારામારી અને જોખમી સ્ટંટ તેમજ જાહેરમા દારૂની બોટલ લઇ પ્યાસીઓ દ્વારા વીડીયો બનાવવામા આવતા હોય છે અને સોશ્યલ મીડીયામા વાયરલ કરવામા આવે છે ત્યારે રાજકોટ શહેરમા એક યુવાને તેમના મિત્ર સાથે હોટલમા કરેલી મહેફીલ અને બીજા વીડીયોમા ચાર મિત્રો સાથે દારૂની મહેફીલ માણતો વીડીયો સોશ્યલ મીડીયામા વાઇરલ થયો છે. એક વીડીયોમા બેક ગ્રાઉન્ડ મ્યુઝીકમા કલેજા ઝલતા હૈ તભી શરાબ પી જાતી હૈ તેવુ વાગી રહયુ છે. જયારે બીજા વીડીયોમા મિત્રો સાથેની મહેફીલમા બેકગ્રાઉન્ડ સોંગમા કિડે મકોડો કી તરહ ગલીમે રહેને સે બેહતર હૈ યહા મર્દો મે રહો શેર કી તરહ. વીડીયો વાયરલ થતા પોલીસે ટોળકીને ઝડપી લેવા અને કાયદાનુ ભાન કરાવવા તજવીજ શરૂ કરી છે.

Exit mobile version