ગુજરાત

મહાપાલિકાનું કારસ્તાન: સરદાર પટેલ સેવા ટ્રસ્ટના ગેરકાયદે બાંધકામને આપી ફાયર NOC

Published

on

સર્ટિફિકેટ રદ કરી જગ્યાને સીલ મારી ઉપયોગ પર પ્રતિબંધ મુકાવવા માગણી

ગેરકાયદે બાંધકામને ફાયર એનઓસી આપવાનું મનપાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. પટેલવાડી નજીક આવેલ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના ગેરકાયદે થયેલા બાંધકામને મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી આપવામાં આવ્યું હોવાનું મુખ્યમંત્રી સુધી રાજકોટના પરેશભાઇ નાથાભાઇ ખુંટ દ્વારા રજુઆત કરતા ખળભળાટ મચી ગયો છે.


મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે જો કોઇ દુર્ઘટના સર્જાશે તો બિનજરૂરી રીતે મારે સામે કોઇ કારણવગર કાર્યવાહી કરવામાં આવશે. હું તમારૂૂ ધ્યાન પણ દોરવા માંગુ છું કે શરૂૂઆતમાં ટ્રસ્ટની જગ્યાને કોઈપણ અગ્ની સલામતીના પગલાના અભાવે અથવા આગ સલામતી પ્રમાણપત્રના અભાવે સીલ કરવામાં આવી હતી. રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનની કચેરી દ્વારા ટ્રસ્ટ દ્વારા બિનઅધિકૃત બાંધકામ દુર કરવામાં આવશે તેની શરત સાથે બીલ્ડીંગનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. બિલ્ડીંગનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવી નહતી. તેમ છતાં ટ્રસ્ટ દ્વારા બિલ્ડીંગનો ઉપયોગ કરવામાં આવી રહયો હતો. આ હકિકતની જાણ મારા દ્વારા તમારી સારી ઓફીસૌને કરવામાં આવી હતી.

પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ તા. 3-6-2024 ના રોજ કોર્પોરેશનની કચેરી દ્વારા રોજકામ કરવામાં આવ્યુ હતું કે ફાયર સેફટીના કોઈ પગલા નથી અને સક્ષમ અધિકારી દ્વારા નિયમિત કરવા માટેની પરવાનગીઓ રદ કરવામાં આવી છે. આ હકિકત ઉકત રોજકામમાં પ્રતિબીંબીત થઈ છે જેમાં મૌલિક ગોંધીયા (વોર્ડ ઓફીસર) તેમજ ચેતનભાઈ ગૌહીલ (સીઆરસી) નરેન્દ્રસિંહ ઝાલા (અગ્રીવ્ર એફ.એમ.) તેમજ કોર્પોરેશનના અન્ય અધિકારીઓ દ્વારા સહી કરવામાં આવી છે.


હકિકતો અને સંજોગોની સંપૂર્ણતાને ધ્યાનમાં રાખીને હું તમારી લારી કચેરીઓને વિપ્રતાપૂર્વક વિનંતી કરુ છું કે મારી હાલની રજુઆતને યોગ્ય રીતે ધ્યાનમાં લે અને તા.23-07-2024 ના રોજ સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટની તરફેણમાં જારી કરાયેલ ફાયર સેફટી સર્ટીફીકેટ તાત્કાલીક ધોરણે રદ કરે.


આ રજુઆતમાં સંબોધવામાં આવેલ મુદ્દો ગંભીર ચિતાનો છે અને નિર્દોષ જનતાની સુરક્ષા સાથે સબંધિત છે. ’કોઈપણ દુર્ઘટનાના કિસ્સામાં, તમે જવાબદાર અધિકારી તરીકે જવાબદાર બનશો. તેથી હું વિનંતી કરુ છું કે જયાં સુધી મામલો ઉકેલાઈ ન જાય ત્યાં સુધી તમે જગ્યા પર ફરીથી સીલ લગાવો અને ટ્રસ્ટને જગ્યાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version