સરકારની આકરી એસ.ઓ.પી.ના કારણે ફક્ત એક ટેન્ડર આવતા મુદત વધારવા તંત્રનીક વિચારણા
મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પોતાની માલિકીના ત્રણ ખાલી પ્લોટ મેળો યોજવા માટે ભાડે આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત નાના માવા તથા અમીન માર્ગ કોર્નર અને સાધુવાસવાણી રોડ પરના ત્રણ મેદાનો ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી જેની મુદત તારીખ 21 ના રોજ પૂર્ણ થતા ટેન્ડર ખોલવામાં આવેલ ત્રણેય મેદાનો માટે ફક્ત એક ટેન્ડર આવેલ જે ખોલતા તેમાંથી કોરા પેપરો નીકળતા તંત્ર પણ અવાજક થઈ ગયું હતું અને સરકારની એસઓપીના વિરોધમાં સંચાલકોએ તંત્ર સાથે મજાક કરી હોય તેમ ટેન્ડર કોરું નીકળ્યું હતું જેના લીધે હવે જન્માષ્ટમીના તહેવારોને આજે ઓછા દિવસો હોવાથી મુદત વધારવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરી ધોવાનું જાણવા મળેલ છે.
મહાનગરપાલિકાનું મેળાનું ટેન્ડર ફેલ થવાના કારણો જણાવતા તંત્રએ જણાવેલ કે સરકાર દ્વારા એસઓપીનું કડક પાલન કરવાની સુચના આપી છે ત્યારે સરકારે જ એસોપીમાં મહદ અંશે છૂટછાટ આપી છે જે મૌખિક આપેલ હોય લેખિતમાં એસઓપી અંતર્ગત છૂટછાટ ન આવે ત્યાં સુધી સંચા લોકો રિસ્ક લેવા તૈયાર નથી અને સંચાલકો દ્વારા પણ ટેન્ડરની મુદત વધારવા માટે રજૂઆત કરાય છે છતાં જરૂૂરત પડીએ મનપા ત્રણેય મેદાનો માટે રિટેન્ડર કરશે આજે આ બાબતે મીટીંગ યોજીયા બાદ કાર્યવાહી હાથ ભરાશે તેમ જાણવા મળેલ છે મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચાર સ્થળે મેળો યોજવા મેદાનો ભાડે આપવામાં આવતા હતા પરંતુ મોટા મહુવા રોડ પર આવેલ મેદાનનું ક્ષેત્રફળ ઓછું હોવાથી આ વખતે નાનામાંવા સર્કલ તથા જમીન માર્ગ કોર્નર અને સાધુવાસવાણી રોડ સહિતના ત્રણ મેદાનો ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ફક્ત એક ટેન્ડર અને એ પણ કોરું ટેન્ડર આવતા નવી રીટર્નલ પ્રક્રિયા હાથ ધરાઈ તેવી સંભાવના જોવાઈ જાય છે.
મહાનગરપાલિકા દ્વારા મેળાના આયોજન માટે ત્રણ પ્લોટ ભાડેથી આપશે. જેમાં નાનામૌવા સર્કલ કોર્નર પેટ્રોલપંપની બાજુમાં આવેલ ટીપીનો પ્લોટ જેનું ક્ષેત્રફળ 9438 ચો.મી. છે.
જે પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા.5 લેખે તથા સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામે આવેલ ટીપીનો પ્લોટ ક્ષેત્રફળ 5388 ચો.મી. પ્રતિ ચો.મી. રૂા.5 પ્રતિ દિન ભાડુ વસુલી અને અમિન માર્ગ કોર્નર ઝેડબ્લુની સામે આવેલ ટીપી પ્લોટ ક્ષેત્રફળ 4669 ચો.મી. પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા.5ના ભાડા લેખે મેળાના સંચાલકોને આપશે. આ મેદાન માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવાામું આવ્યું છે. ભાડાની સાથો સાથ ડિફોઝીટ પેટે સંચાલકોએ પ્રતિ પ્લોટ દીઠ રૂા.1 લાખ ઈએમડીની રકમ જમા કરાવવાની રહેશે. મહાનગરપાલિકા દ્વારા નાના મૌવા સર્કલ, સાધુવાસવાણી રોડ અને અમિન માર્ગ કોર્નર પર આવેલા પ્લોટ મેળા માટે ભાડે આપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. દર વખતની માફક આ વખતે પણ પ્રતિ ચો.મી. એક દિવસનું ભાડુ રૂા.5 નીયત કરવામાં આવ્યું છે.
જેની સામે હવે સરકારની મેળા માટે જાહેર કરેલ એસઓપી મુજબ સંચાલન આપવામાં આવશે અને આ મુજબનું ટેન્ડર બહાર પાઠતા કડક નિયમોને લયને સંચાલકોએ રસ લીધો ન હોવાનું જાણવા મેળલ છે.

