Site icon Gujarat Mirror

મનપાની ચૂંટણીમાં 300 બૂથ અને 1 લાખ મતદારોનો થશે વધારો

તા.11ના રોજ મતદાર યાદી પ્રસિધ્ધ થવાની સંભાવના, મનપાએ વોર્ડ વાઇઝ યાદી તૈયાર કરી

મહાનગરપાલિકાની રાજકીય બોર્ડીની મુદ્દત તા.11ના પૂર્ણ થનાર હોય તંત્ર દ્વારા વસ્તી ગણતરી તેમજ મતદાર લીસ્ટની બૂથ લેવલ સુધીની કામગીરી પૂર્ણ કરી લીધી છે. ગત વર્ષની તુલનાએ મનપાના વોર્ડ વિસ્તારમાં વધારો થતા વસ્તી વધતા અને અનેક મતદારો 18 વર્ષની વયે પહોંચી જતા શહેરના અંદાજે 12 લાખ મતદારોમાં આ વખતે નવા 1 લાખ મતદારોનો વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. તેવી જ રીતે ગત વર્ષે કાર્યરત 850 બૂથમાં પણ અંદાજે 300થી વધુ નવા બૂથનો ઉમેરો થશે. આગામી તા.11ના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે અને સંભવત ચૂંટણી પણ એપ્રિલના અંતમાં લેવાશે. તેવી આશા તંત્ર દ્વારા વ્યકત કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ચૂંટાયેલ બોર્ડીની મુદ્દત 11 માર્ચના રોજ પૂર્ણ થનાર છે. તેમજ ચૂંટણી પચ દ્વારા નગરપાલિકા તથા પાલિકાઓ તથા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા માટેની તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરેલ હોય. મહાનગરપાલિકાએ વોર્ડ અને બૂથ વાઇઝ થતી તમામ કાર્યવાહીને આખરો ઓપ આપવામાં આવી રહ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન મહાનગરપાલિકાની હદમાં અનેક ગ્રામપંચાયતોનો સમાવેશ થયો જેના લીધે વોર્ડ રચનામાં કોઇ જાતનો ફેરફાર થયો નથી. પરંતુ વોર્ડમાં જનસંખ્યા વધતા મતદારોમાં મોટો વધારો જોવા મળ્યો છે. ગત ચૂંટણીમાં 18 વોર્ડમાં 850 બૂથ તૈયાર કરવામાં આવે. જેની સામે હવે 300 બૂથનો વધારો થવા જાય છે. તેવી જ રીતે અંદાજે 12 લાખ મતદારોએ ગત ચૂંટણીમાં મતદાન કરેલ પરંતુ આ વખતે 18 વર્ષની વયે પહોંચી ગયેલા યુવા મતદારોનો નોંધ પાત્ર વધારો જોવા મળ્યો છે. અંદાજે એક લાખથી વધુ નવા મતદારો આ વખતે મતદાન કરશે.

મહાનગરપાલિકાએ ધારાસભાની ચૂંટણી માટે ચાર ઝોનની વસ્તી ગણતરી અને મતદાર યાદી તૈયાર થયેલ છે. તે મુજબ હવે વોર્ડ વાઇઝ અને ઝોન વાઇઝ યાદી તૈયાર કરવામાં આવી છે. દરેક વોર્ડમાં બે વોર્ડ વચ્ચેની સીમારેખા ઉપર આવતી સોસાયટીઓ તેમજ વિસ્તારોના મતદારોને જેતે વોર્ડમાં મતદાન કરવા માટે સ્પેશિયલ યાદી તૈયાર કરાઇ છે. તેવી જ રીતે મહાનગરપાલિકાની હદ પુરી થાતી હોય તેવા બોર્ડર એરીયા ઉપર આવતા વિસ્તારોમાં ખરેખર મતદાર મનપામાં મતદાન કરી શકે કે કેમ તે અંગેની ચકાસણી હાથ ધરવામાં આવી છે. સંપૂર્ણ યાદી તૈયાર થયા બાદ વોર્ડ વાઇઝ અને બૂથ લેવલની યાદી તૈયાર કરાશે. તેવી જ રીતે 1100થી વધુ બૂથ તૈયાર કરવા માટે શાળાઓ અને જેતે વિસ્તારને મધ્યમા લાગુ પડતી હોય તેવી ઇમારતોનુ લીસ્ટ તૈયાર કરી ચૂંટણી માટેનો ફાઇનલ પ્લાન તૈયાર કરવામાં આવશે.

ચૂંટણીમાં મનપાના 6 કરોડનો ખર્ચ થવાની સંભાવના
મહાનગરપાલિકાની ચૂંટણીના પડધમ વાગવા શરૂ થયા છે. તંત્ર દ્વારા વસ્તી ગણતરી, મતદાર યાદી અને મતદાર બૂથ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણીનો ખર્ચ તંત્રએ ઉપાડવાનો હોય છે. રાજ્ય સરકાર દ્વારા કોઇ જાતનો ખર્ચ આપવામાં આવતો નથી. આથી આ વખતે મહાનગરપાલિકા ચૂંટણી માટે ઉપયોગમાં આવતા તમામ પ્રકારના સાધનો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ નહીં ધરે પરંતુ કલેક્ટર વિભાગમાંથી નિયત કરેલ આરો તેમજ એઆરોને ખર્ચની રકમ ફાળવી તેમને રાજ્ય સરકારને હિસાબ આપવાનુ જણાવી ચૂંટણીમાં થતા ખર્ચમા બચત કરવામાં આવશે.

Exit mobile version