મનપા દ્વારા બુધવારે ફટાકડાના સ્ટોલ માટે ટી.પી.પ્લોટની કરાશે હરરાજી

રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા હસ્તકના શહેરમાં આવેલ જુદાં-જુદાં 07 (સાત) ટી.પી.પ્લોટ (1) નાનામવા સર્કલ ખાતેના પ્લોટ (2) રાજ પેલેસ સામે સાધુ વાસવાણી રોડ પર આવેલ…

રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા હસ્તકના શહેરમાં આવેલ જુદાં-જુદાં 07 (સાત) ટી.પી.પ્લોટ (1) નાનામવા સર્કલ ખાતેના પ્લોટ (2) રાજ પેલેસ સામે સાધુ વાસવાણી રોડ પર આવેલ પ્લોટ (3) પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ રૈયા રોડ પાસે આવેલ પ્લોટ, (4) સાધુ વાસવાણી રોડ શાક માર્કેટ સામે આવેલ, (5) રાજનગર મેઈન રોડ, ધરતી હોન્ડાની સામે આવેલ પ્લોટ, (6) ટી.પી.નં.26 (મવડી), એફ.પી.નં.4/એ, સુવર્ણભૂમિની બાજુમાં આવેલ અને 7) અમીન માર્ગ કોર્નર, ઝેડ-બ્લૂની સામે આવેલ ટી.પી.પ્લોટ તા.30/10/2026 થી તા.08/11/2026 સુધી કે જરૂૂરીયાત મુજબ વધારાના દિવસો માટે દિવાળી તહેવાર નિમિતે ફટાકડાના વ્યવસાય તથા સીઝનેબલ વ્યવસાય માટે જાહેર હરાજીથી ભાડે આપવા તા.21/10/2026ના રોજ સાંજે 4:00 કલાકે કોન્ફરન્સ હોલ, સેન્ટ્રલ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે હરાજી રાખવામાં આવેલ છે. જેમાં હરરાજીમાં ભાગ લેવા માટે તા.21/10/2026 પહેલા ડીપોઝીટ પેટે રકમ રૂૂ.10,000/- ભરપાઈ કરવાની રહેશે. ડીપોઝીટ ભર્યા વિના હરરાજીમાં ભાગ લઈ શકશે નહિ. જે સ્ટોલ ધારકોને હરરાજીમાં ગાળો લાગેલ નહી હોય તેમને માન. કમિશનરની સુચના અન્વયે આ કામે ભરેલ રૂૂ.10,000/ની ડીપોઝીટ વહેલી તકે ખાતામાં જમા કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આથી જેમને ભાગ લેવો હોય તે તા.21/10/2026 પહેલા ડીપોઝીટની રકમ ભરપાઈ કરી વધુને વધુ વ્યવસાયીકો ભાગ લે તેવો પ્રયાસ એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવી રહેલ છે. આ કામની વધુ વીગતો માટે ડો. આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા, રૂૂમ.10 એસ્ટેટ શાખા, ત્રીજો માળ ખાતે સંપર્ક કરવો.