Site icon Gujarat Mirror

આવતીકાલે અને સોમવારે મનપા દ્વારા 360 કરોડના પ્લોટની હરાજી

ટેન્ડર પ્રક્રિયામાં ઓછા લોકોએ રસ લીધો, અપસેટ પ્રાઇઝ વધુ હોવાની ફરિયાદ, રિંગ રોડ-અમીન માર્ગ કોર્નરના પ્લોટની સૌથી વધુ 2 લાખ સ્કે.મીટર અપસેટ પ્રાઇઝ

મવડીની લાલુભાઇ પારેખ ટાઉનશિપની 10 દુકાનોની તા.21/1ના રોજ યોજાશે જાહેર રરાજી

મહાનગરપાલિકાની આવક સામે ખર્ચમાં વધારો થતા તંત્રને હવે લોન લેવાની નોબત આવી છે. ત્યારે અગાઉ ટેન્કર કરેલ રૂપિયા 360 કરોડના સાત પ્લોટની હરાજી આવતીકાલ અને સોમવારના રોજ યોજાવામાં આવશે. ટેન્ડર દરમિયાન અમુક પ્લોટની અપસેટ પ્રાઇઝ વધુ હોવાની ફરિયાદો ઉઠી હતી. છતાં તંત્ર દ્વારા આવતીકાલથી તબકકાવાર તમામ પ્લોટની હરરાજી કરવામાં આવશે. અલગ-અલગ પ્લોટ પૈકી સૌથી વધુ રીંગરોડ-અમીન માર્ગ કોર્નરના પ્લોટની રૂા.2 લાખ અને સૌથી ઓછા સાધુવાસવાણી કુંજ રોડ પરના પ્લોટની 45000 સ્કે.મીટર અપસેટ પ્રાઇઝ રાખવામાં આવી છે.

મહાનગરપાલિકાની આવકની સામે જાવકમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ખર્ચ વધતા તેજીરી કાયમી તળીયાઝાટક રહેતી હોય નિયમ મુજબ તંત્ર દ્વારા વેચાણના હેતુ માટે મુકવામાં આવેલા ટી.પી.ના પ્લોટનુ વેચાણ કરી આવક ઉભી કરે છે. અગાઉ જાહેરાત થયા બાદ હવે મનપાએ પ્રાઇમ લોકેશન ઉપર આવેલા સાત પ્લોટ વેચવા માટેની તૈયારીઓ આરંભી છે. અંદાજે 40,000 ચો.મી.નુ વેચાણ કરી રૂૂૂા.360 કરોડની આવક ઉભી કરવામાં આવશે તેમ ટાઉનપ્લાનિંગ વિભાગમાંથી જાણવા મળેલ છે અને હરાજી આવતીકાલ અને સોમવારના રોજ સ્થળ ઉપર યોજવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા ત્રણ વર્ષ બાદ જમીન વેચાણ માટે કાર્યવાહી હાથ ધરાઇ છે. રાજકોટ મહાપાલિકાની આર્થિક હાલત અગાઉ જેવી સક્ષમ રહી નથી. કરોડો રૂૂપિયાની ફિકસ ડિપોઝીટો હતી તે તોડી તોડીને વાપર્યા બાદ હવે જમીનોના પ્લોટ વેચવા પડે તેવી સ્થિતિ ઉભી થતા મનપા દ્વારા ટી.પી.ના સાત પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવ્યા છે અને તેની મંજૂરી મળતા હરાજી માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચીને ઉભી કરવાનો નિર્ધાર છે. અગાઉ સરકારે કડક વલણ રાખતા ગત ત્રણ વર્ષ સુધી જમીનના પ્લોટ વેચી શકાયા ન હતા અને હવે સરકારે મંજૂરી આપતા મનપાએ લગડી જેવા 7 પ્લોટની હરરાજી આવતીકાલે કરે રૂપિયા 360 કરોડથી વધુની આવક ઉભી કરશે.

મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે બજેટમાં સુચવામાં આવેલ વેરા વધારાની દરખાસ્ત શાસક પક્ષ દ્વારા માન્ય રાખવામાં આવી ન હતી અને તેના કારણે મનપાની મહેસુલી આવક ખર્ચ કરતા 40 ટકા આસપાસ ઓછી થવાની ધારણા છે અને તેની સામે નવી ભરતીઓને કારણે મહેકમ ખર્ચ વધવાનો છે. સફાઈ કામદારોની ભરતી માટેની તૈયારીઓ થઈ ચુકી છે અને ત્યારબાદ પગારબિલ 20 ટકા વધી જાય તેવી સંભાવના છે ત્યારે મહેસુલી ખર્ચ માટે રકમ વધે તેવી સ્થિતિ નથી. મોટા પ્રોજેકટ માટે કેપીટલ સરકાર જોઈએ તેટલી આપી દે છે પણ મહેસુલી ખર્ચ માટે મનપાએ પોતાની આવક ઉપર જ આધાર રાખવાનો રહે છે. જેના લીધે પ્લોટનુ વેચાણ કરવુ ફરજિયાત બન્યુ છે. આ વખતે પણ આવી સ્થિતિ જણાતા માર્ચ એન્ડ પહેલા સાડા ત્રણસો કરોડની આવક જમીન વેચાણથી કરવા માટે કાર્યવાહી શરૂૂ થઈ છે. રીંગરોડ, રૈયા રોડ, મોરબી રોડ ઉપરના કિંમતી ટી.પી. પ્લોટના વેચાણ માટે પસંદ કરાયા છે. 40 હજાર ચો.મી. જમીન વેચાણ માટે પસંદ કરવામા આવી છે.

આવતીકાલે અને સોમવારે યોજાનાર હરાજીના પ્લોટની વિગત
મનપા દ્વારા અંતિમ ટી.પી.એસ. નં. 04 (રૈયા). એફ.પી. નં. 769. સાવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે. રૈયા મેઈન રોડ. ફાઇનલ 1.ઙ નં. 03 (નાનામાવા) માં કોમર્શિયલ વેચાણ પ્લોટ. એફ.પી. નં. 204, અમીન માર્ગ/150 ફૂટ રિંગ રોડ કોર્નર, રાજકોટ. ફાઇનલ ટી.પી.એસ. નં. 28 (માવડી), એફ.પી. નં. 37/એ માં કોમર્શિયલ વેચાણ પ્લોટ. ઇ/વ મહાત્મા ગાંધી ટાઉનશીપ. નં. ફિલ્ડ માર્શલ રોડ, 150 ફૂટ રિંગ રોડ-2. રાજકોટ. ફાઇનલ ટી.પી.એસ. નં. 09 (રાજકોટ) માં કોમર્શિયલ વેચાણ પ્લોટ. એફ.પી. નં. સી/9. કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, એચસીજી હોસ્પિટલ રોડ. 150 ફૂટ રિંગ રોડ પાસે. ફાઇનલ ટી.પી.એસ. નંબર 12 (રાજકોટી. એફ.પી. નંબર 92) માં કોમર્શિયલ વેચાણ લોટ. નં. પંચવટી સોસાયટી, સામે. એચ.પી. પેટ્રોલ પંપ. રાજકોટ-મોરબી રોડ, રાજકોટ. પૂનમ હોલ સામે, રાજકોટ-મોરબી ફાઇનલ ટી.પી.એસ. નં. 12 (રાજકોટ), એફ.પી. નં. 91. રોડ, રાજકોટમાં રહેણાંક વેચાણ 2. ફાઇનલ ટી.પી.એસ. નં. 19 (રાજકોટ) માં રહેણાંક વેચાણ પ્લોટ. એફ.પી. નં. 16/એ. સામે ભક્તિ પાર્ક સોસાયટી, નં. સાધુ વાસવાણી કુંજ રોડ. રેલનગર વિસ્તાર, રાજકોટ સહિતના સાત પ્લોટનુ વેંચાણ કરવામાં આવશે.

Exit mobile version