મનપા દ્વારા સિકયુટીરી વિના 2148 શેરી ફેરિયાઓને લોન

યોજનાના લાભથી વંચિત ફેરી પ્રકારના વ્યવસાયકારોને લાભ આપવા મનપાના પદાકિારીઓનો અનુરોધ ભારત સરકાર દ્વારા COVID-19 થી અસરગ્રસ્ત “શેરી ફેરિયાઓ માટે PM SVANidhi (PM Street Vendors…

યોજનાના લાભથી વંચિત ફેરી પ્રકારના વ્યવસાયકારોને લાભ આપવા મનપાના પદાકિારીઓનો અનુરોધ

ભારત સરકાર દ્વારા COVID-19 થી અસરગ્રસ્ત “શેરી ફેરિયાઓ માટે PM SVANidhi (PM Street Vendors AtmaNirbhar Nidhi) યોજના થકી તેઓની આજીવિકા પુન: સ્થાપિત કરી શકે તે હેતુથી વર્કિંગ કેપિટલ લોન મળી રહે તે માટે ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્રારાPM SVANidhi યોજના માર્ચ-2030 સુધી લાગુ કરવામાં આવેલ છે, જેના ભાગ રૂૂપે “શહેરી વિકાસ વર્ષ-2025″ની ઉજવણીમાં ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટેPM SVANidhi યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.

ઙખજટઅગશમવશ યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં ફેરી પ્રકારનો વ્યવસાય કરતા શેરી ફેરીયાઓને છેલ્લા ત્રણ માસ દરમિયાન પ્રથમ તબક્કો, બીજો તબક્કો અને ત્રીજો તબક્કો એમ કુલ 2148 લાભાર્થીઓને સિક્યુરીટી વિના લોન મળેલ છે. તેમજ સામાજિક-આર્થિક પ્રોફાઇલિંગ થકી સરકારની અન્ય યોજનાઓમાં શેરી ફેરિયાઓ તેમજ પરિવારજનો એમ કુલ-1300 લોકોને લાભમળેલ છે તેમજ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાકી રહી જતા ફેરીયાઓને લોનનો લાભ મળી રહે તે માટે તેમના વિસ્તારના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝરઓ દ્વારા તેમના વિસ્તારો જેવા કે, ભારતનગર, કોઠારિયા રોડઆસપાસના વિસ્તારો, ગુજરાત હાઉસિંગ બોર્ડ, નવાગામ પાસેની છખઈ આવાસ યોજના, માધાપર ગામ, વોર્ડ નં. 8 નાના માવા સર્કલ પાસે આરએમસી આવાસ યોજના, વોર્ડ નં.16 જંગલેશ્વર મેઈન રોડ બજાર, હુડકો શાક માર્કેટ, બુધવારી બજાર, ભગવતીપરા મેઈન રોડ, વિનોબા ભાવે ટાઉનશિપ, વોર્ડ નં. 11 લક્ષ્મણ ટાઉનશિપ, મવડી શાકમાર્કેટ, મહાત્મા ગાંધી ટાઉનશિપ વગેરે વિસ્તારોમાં પ્રસાર પ્રચાર કરી લોન થકી આત્મનિર્ભર બને તે માટે પ્રોજેક્ટ શાખા દ્રારા સકારાત્મક પ્રયત્નો કરવામાં આવે છે.

હજુ પણ આ યોજનાના લાભથી વંચિત રહેલ ફેરી પ્રકારનો વ્યવસાય કરતા રાજકોટ શહેરના લાભાર્થીઓને ગઞકખ સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ ખાતે આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, ઞઙઈં આઈ.ડી., ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે કચેરીનો સંપર્ક કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.