એનેલોગ પનીર બંધ કરાવવા મનપાની ધોંસ, 50થી વધુ સ્થળે ચેકીંગ

કનૈયા ડેરીમાંથી વાસી મીઠાઇ, જલારામ ઘીમાંથી શંકાસ્પદ લાગતા ઘીનો નમૂનો લેવાયો : ખાણીપીણીના 78 ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ, 113 કિલો વાસી ખોરાકનો નાશ ગુજરાત રાજ્ય…

કનૈયા ડેરીમાંથી વાસી મીઠાઇ, જલારામ ઘીમાંથી શંકાસ્પદ લાગતા ઘીનો નમૂનો લેવાયો : ખાણીપીણીના 78 ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ, 113 કિલો વાસી ખોરાકનો નાશ

ગુજરાત રાજ્ય ના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં એનાલોગ ડેરી ઉત્પાદનો ના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ તેમજ પરિવહન પર તત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ગઇકાલથી જ ચેકીંગ ડ્રાઇવ શરૂૂ કરવામા આવી છે. ડેરી, ચીઝ-પનીર સહિત ડેરી પ્રોડક્ટના ઉત્પાદન યુનિટ ઉપરંત હોટલ-રેસ્ટોરેન્ટ, કેટરર્સ સહિતની જગ્યાએ ચેકીંગ માટે ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમને ઉતારવામા આવી છે.

ગઇકાલથી આજે બીજા દિવસે બપોર સુધીમાં 50થી વધુ જગ્યાએ ચેકીંગ કરાયુ હતુ. જો કે એકપણ જગ્યાએથી એનેલોગ પનીર મળી આવ્યુ ન હતુ પરંતુ બે ડેરીમાંથી વાસી મીઠાઇ મળી આવી હતી જ્યારે અને મવડી મેઇન રોડ પર જલારામ ઘી નામની પેઢીમાં શંકાસ્પદ લાગતા ઘીના નમુના લેવામા આવ્યા હતા.

ફૂડ શાખાએ કુલ 78 પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન અંદાજિત કુલ 113 ઊંલ અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ 16 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂૂ.21,500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ચકાસણી માટે કુલ 4 નમૂના લેવામાં આવેલ.

જેમા આજી ડેમ ચોકડી પાસે મહિકા રોડ તરફ આવેલા દિનદયાલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી કનૈયા ડેરીમાંથી સંગ્રહ કરેલ વાસી, પડતર માવાના પેંડા, કેસર પેંડા, મિક્સ પડતર મીઠાઈ, પડતર શ્રીખંડ નો કુલ મળી 95 સલ પડતર વાસી જથ્થો નાશ કરેલ તેમજ રૂૂ.5,000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પેઢીમાંથી (1)શુદ્ધ ઘી (લુઝ) તથા (2)મોળો માવો (લુઝ) ના 2 નમુના લેવામાં આવ્યા હતા. જ્યારે વિનાયક નગર, ઉદયનગર -મવડી મેઇન રોડ ખાતે આવેલ જલારામ ઘી ડિપો પેઢીમાંથી 2 પેક્ડ ઘી નમિત બ્રાન્ડ કાઉ ઘી તેમજ શ્રીકાંત બ્રાન્ડ કાઉ ઘી ના 2 નમુના લેવામાં આવેલ.

આ ઉપરાંત નવાગામમાં સમજુપાર્કમાં આવેલી વાહેગુરુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં યોગ્ય સ્ટોરેજ તથા લાયસન્સ અંગે નોટીસ આપી સ્થળ પરથી 15 સલ અખાધ્ય ખોરાક નાશ કરેલ. રૂૂ.10,000 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. જ્યારે વાવડીમાં 40 ફૂટ રોડ પર આવેલી રજવાડી દાબેલીમાં ફૂડ લાયસન્સ બાબતે નોટિસ આપી રૂૂ.500/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ.

 

ફૂડ લાઈસન્સ વગરના અને આરોગ્યના નિયમોનું પાલન ન કરતા આટલા ધંધાર્થી દંડાયા
* પટેલ ગોલા(વાવડી, 40 ફૂટ રોડ)ને રૂૂ.500નો દંડ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. * ચામુંડા ગાંઠીયા(વાવડી, 40 ફૂટ રોડ) * શ્રી હરિ પાર્લર (વાવડી, 40 ફૂટ રોડ) * યોગી જનરલ સ્ટોર્સ (વાવડી, 40 ફૂટ રોડ) * પિયુગ કેફે (શીતલ પાર્ક પાસે, પ્લેટિનમ હાઇટ્સ)ને નોટિસ આપી ત્રણ કિલો વાસી ખોરાકનો નાશ કરાયો * શ્રી નાથજી માર્ટ: શીતલ પાર્ક પાસે * જય ખોડીયાર ડેરી ફાર્મ * પટેલ કોલ્ડ્રિંક્સ: ગોંડલ ચોકડી * કૈલાશ કોલ્ડ્રિંક્સ: ગોંડલ ચોકડી * શિવ પાન જ કોલ્ડ્રિંક્સ: ગોંડલ ચોકડી * ગિરિરાજ ગૃહ ઉદ્યોગ: ગોંડલ ચોકડી * શ્રેયસ ટ્રેડલિંગ: અયોધ્યા ચોક પાસે, આર.કે આઇકોનિક * કિરણ કાર્ટ ટેકનોલોજીસ પ્રા.લિ: આર.કે. આઇકોનિક, અયોધ્યા ચોક