મનપાની કમાઉ ટેક્સ બ્રાન્ચને ઠેંગો, વાપરવાવાળાને જલ્સા

આકાશી પ્રકોપથી બચવા લોકો દ્વારા વિવિધ નુસખાઓ અપનાવવામાં આવતા હોય છે. પરંતુ કરુણતા એ છે કે સરકારી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખુદ સરકારી સંસ્થા…

આકાશી પ્રકોપથી બચવા લોકો દ્વારા વિવિધ નુસખાઓ અપનાવવામાં આવતા હોય છે. પરંતુ કરુણતા એ છે કે સરકારી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખુદ સરકારી સંસ્થા કોઈ પગલા લેતી ન હોય તેવું જાણવા અને જોવા મળ્યું છે. મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં અસહ્ય ગરમીના કારણે કર્મચારીઓ તથા અધિકારીઓએ સંયુક્ત રીતે સ્વખર્ચે સ્પ્રિન્કલર તથા એર કુલર મૂકી દીધા છે.

જે ખરા અર્થમાં મહાનગરપાલિકાના સત્તાધિશો તથા પદાધિકારીઓએ આ વ્યવસ્થા ઊભી કરવાની રહેતી હોય. મ્યુનિસિપલ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ નવનિર્મિત પ્રોજેક્ટ શાખા સંપૂર્ણપણે સેન્ટ્રલ્લી એસી બનાવવામાં આવી છે જેમાં મહાનગરપાલિકાએ તો માત્ર ખર્ચો જ કરવાનો છે. સામે ઘણી ખરી એવી બ્રાન્ચ છે કે જેનાથી મહાનગરપાલિકાને આવક થતી હોય તે વિભાગમાં કુલરો મૂકવામાં ન આવતા સ્વખર્ચે કર્મચારી તથા અધિકારીઓએ કુલરો મૂકી ઠંડકની અનુભૂતિ કરી છે. કમાઉ દીકરાને પડખે રાખી જે વિભાગમાં ખર્ચ જ કરવાનો છે તે વિભાગને હાલ તમામ સુખ સુવિધા આપવામાં આવી રહી હોવાથી અન્ય વિભાગને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.

હાલ જે ચિત્ર સામે આવ્યા છે તેને જોતા ટેક્સ બ્રાન્ચ દ્વારા સ્વખર્ચે કુલરો મૂકી ઘણા ખરા વિભાગોમાં તો સ્પ્રિન્કલર રાખી દેવાય છે જેથી ઠંડકમાં કોર્પોરેશનનું કામ કરી શકાય. ખરાબમાં સત્તાધીશોએ જાગવાની જરૂૂર છે અને આ પ્રકારની જે વિકટ સ્થિતિ ઊભી થઈ છે તેનું તાકીદે નિવારણ લાવવા માટે જરૂૂરી પગલાઓ લેવામાં આવે તે પ્રકારના કામ હાથ ધરાય તેવી માંગણી ઉઠી રહી છે. મે મહિનામાં સરેરાશ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર નોંધાયો છે. અને આ અસહ્ય બફારા અને ગરમીમાં કામ કરવા માટે ઠંડક મળી રહે તે હેતુસર મહાનગરપાલિકાના વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા અધિકારીઓ જાત મહેનતે ઠંડક મેળવવાના પ્રયત્નો કર્યા છે જેમાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે જે અત્યંત સર્મસાર છે.