Site icon Gujarat Mirror

મનપા દ્વારા સ્વચ્છોત્સવ અભિયાન અંતર્ગત 27 ટન કચરાનો નિકાલ

શહેરના બસ સ્ટોપ, હોકર્સ ઝોન, પબ્લિક ટોયલેટ, કોમ્યુનિટી ટોયલેટની 4150 સફાઇ કામદારો દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.31/10/2025દરમ્યાનસ્વચ્છતા હી સેવા-2025 સ્વચ્છોત્સ્વ અંતર્ગત પબ્લિક ટ્રાન્સપોર્ટ, ધાર્મિક અને પ્રવાસન સ્થળ, નદી તળાવ, સર્કલ, પ્રતિમાઓ, ખુલ્લા પ્લોટ, શહેરના એન્ટ્રી પોઈન્ટ, ફૂટપાથ, માર્કેટ અને વાણિજ્ય વિસ્તારની સફાઈ અર્થે ઝુંબેશ ચલાવવામાં આવનાર છે તેમજ જનજાગૃતિ અર્થે સાંસ્કૃતિક ઉત્સવ, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી, સાઇકલોથોન, સ્વચ્છતા શપથ, ભીંતચિત્રો બનાવવા, સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને માનવ શૃંખલા, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, એક પેડ માં કે નામ વૃક્ષારોપણ, સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ, શેરી નાટક, રીડ્યુસ-રિયુઝ-રીસાઈકલ સિધ્ધાંતને આગળ વધારવા માટે કેમ્પ, સ્વચ્છતા સંવાદ, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વગેરે કાર્યકમો હાથ ધરવામાં આવનાર છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.17/09/2025 થી તા.22/09/2025 સુધી શહેરના બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા સ્ટેન્ડ, રાજ્ય ધોરી માર્ગ તથા રાષ્ટ્રીય ધોરી માર્ગની સફાઈ, શહેરના મુખ્ય માર્ગની સફાઈ, બજાર અને વાણિજ્ય વિસ્તારની સફાઈ, પબ્લિક ટોયલેટ તથા કોમ્યુનિટી ટોયલેટની સફાઈ માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા 19/09/2025 ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બસ સ્ટોપ, હોકર્સ ઝોન, પબ્લિક ટોયલેટ, કોમ્યુનિટી ટોયલેટ વગેરે સ્થળોએ 4150 સફાઈ કામદારો દ્વારા 27 ટન કચરોનો નિકાલ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.1 થી 18 વોર્ડમાં પણ શ્રમદાન અને સઘન સફાઈ ઝુબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમાં વોર્ડ નં.1 થી 18 વોર્ડમાં લગત વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.

Exit mobile version