ચાંદીપુરાના ખતરા સામે મહાપાલિકા એલર્ટ, ડોર ટુ ડોર સરવે

રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાના માન. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને માન.…

રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળા સામે અટકાયતી પગલાના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકાના માન. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને માન. નાયબ મ્યુનિસિપલ કમિશ્નરની ઉપસ્થિતિમાં તા.23/07/2026 ના રોજ રોગ અટકાયત માટે આરોગ્ય વિભાગ, પર્યાવરણ વિભાગ અને એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સરવે વધારવા અને નાના બાળકોમાં તાવ, ઉલટી કે આંચકી જેવા લક્ષણો દેખાય તો તુરંત જ તબીબી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા, મેલેરિયા અને આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર તથા માખીજન્ય રોગોના નિયંત્રણ માટે સઘન ફોગિંગ અને એન્ટી-લાર્વલ (ઙયતશિંભશમય જાફિુશક્ષલ) કામગીરી વધુ ઝડપી બનાવવા સાથે શંકાસ્પદ કેસોના તાત્કાલિક નિદાન અને આઇસોલેશન માટે સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ સાથે સતત સંકલન રાખવા માટે જણાવવામાં આવેલ છે, જેથી કોઈપણ કટોકટીમાં ત્વરિત સારવાર પૂરી પાડી શકાય અને ગમાણ અને તબેલા વિસ્તારમાં ગંદકી ન થાય તથા જીવજંતુઓનો ઉપદ્રવ ન વધે તે માટે એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટને સઘન ઝુંબેશ ચલાવવા સૂચના અપાઈ.

આમ ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ફેલાવતી સેન્ડફ્લાય (રેતીની માખી) ના ઉપદ્રવને રોકવા માટે કાચા મકાનો, તિરાડો અને ગંદકીવાળી જગ્યાઓ પર દવાનો છંટકાવ સઘન બનાવવા આદેશ અપાયા.

રાજકોટના નાગરિકોને ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂૂર નથી, પરંતુ સતર્કતા ખૂબ જ જરૂૂરી છે. આ વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી નાની વયના બાળકોને વધુ અસર કરે છે. જો તમારા બાળકમાં અચાનક તીવ્ર તાવ, ઝાડા-ઉલટી, ચક્કર આવવા, સુસ્તી, આંચકી (ખેંચ) આવવી જેવા લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર તુરંત નજીકના બાળરોગ નિષ્ણાંત અથવા સરકારી હોસ્પિટલ ખાતે બાળકોના વિભાગમાં બતાવવા અને પોતાના ઘરની આસપાસ સફાઈ રાખવા, પાણી ભરાઈ ન રહેવા દેવા અને કોઈપણ પ્રકારના તાવના લક્ષણોમાં પોતાની જાતે દવા લેવાનું ટાળવા તેમજ બાળકોની ખાસ કાળજી લેવા રાજકોટ મહાનગરપાલિકા જાહેર અપીલ કરે છે.