મ્યુનિ.કમિશનર રાત્રે બુલેટ પર નગરચર્યાએ નિકળ્યા, સ્વચ્છતાના શપથ લેવડાવાયા

રાજકોટ દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવવા મહાનગરપાલિકા પોતે તો તેમની રીતે શક્ય તમામ પ્રયાસ કરે જ છે પણ જરૂૂર છે લોકોના સહકારની, જનજાગૃતિની. પરંતુ અફસોસ છે…

રાજકોટ દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બનાવવા મહાનગરપાલિકા પોતે તો તેમની રીતે શક્ય તમામ પ્રયાસ કરે જ છે પણ જરૂૂર છે લોકોના સહકારની, જનજાગૃતિની. પરંતુ અફસોસ છે કે, સમાજના કેટલાક દુશ્મનો ‘હમ નહીં સુધરેંગે’ની જેમ શહેરને ગોબરુ કરવાની ટેવ સુધારતા નથી.

આવા તત્વોને પાઠ ભણાવવા તેમજ તંત્ર દ્વારા થતી રાત્રિ સફાઇનું પણ સાથે નિરિક્ષણ કરવા માટે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકી સહિતના અધિકારીઓની ટીમ સાથે વધુ એકવખત બુલેટ પર રાત્રે નગરચર્યામાં નિકળ્યા હતા. સોરઠિયાવાડીથી ભક્તિનગર સર્કલ સુધી સફાઇ કામગીરીનું નિરિક્ષણ, ખાણીપીણી સહિતના ધંધાર્થીઓને ત્યા ચેકીંગ તેમજ નાગરિકોને સ્વચ્છતા જાગૃતિ માટે પત્રિકા વિતરણ કરી સપથ લેવાડવવામા આવ્યા હતા.

મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી, સ્વચ્છતા ચેકિંગ તેમજ જનજાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો, બજારો, હોકર્સ ઝોન તેમજ ખાણી-પીણીના ધંધાર્થીઓના વિસ્તારોમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા બુલેટ પર નીકળી ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાડી સર્કલ સુધીના રોડ તેમજ હોકર્સ ઝોન ખાતે રૂૂબરૂૂ મુલાકાત લઈ સમગ્ર વિસ્તારની સ્વચ્છતા વ્યવસ્થાની સઘન ચકાસણી કરી હતી.કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સ્થળ પર જરૂૂરી ચર્ચા કરી હતી અને જ્યાં જરૂૂરિયાત જણાય ત્યાં સફાઈ કામગીરી વધુ અસરકારક બનાવવા તેમજ જાહેર સ્થળોએ નિયમિત દેખરેખ રાખવા માટે જરૂૂરી સૂચનાઓ આપી હતી.

વોર્ડ નં.7માં પાણી વિતરણના સમયે જ મ્યુનિ.કમિશનરે કર્યું ડોર-ટુ-ડોર ચેકિંગ
પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે પાણીમાં રેસિડ્યુઅલ ક્લોરીન તથા pH મૂલ્ય યોગ્ય માત્રામાં જળવાઈ રહે તે અત્યંત જરૂૂરી છે. આ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે સવારે વોર્ડ નં.7માં પાણી વિતરણના સમયે રૂૂબરૂૂ ઘરે-ઘરે જઈને પાણીની ગુણવત્તાની ચકાસણી કરી હતી. પીવાના પાણી માટે BIS 10500:2012 મુજબ રેસિડ્યુઅલ ક્લોરીનનું પ્રમાણ સામાન્ય પરિસ્થિતિમાં 0.2 થી 0.5 mg/L (PPM) જાળવવાનું રહે છે, જ્યારે રોગચાળા અથવા ઇમરજન્સીની પરિસ્થિતિમાં 0.5 ળલ/ક સુધીનું પ્રમાણ રાખી શકાય છે. નળ વાટે વિતરણ થતાં પાણીમાં છેવાડાના ઘર સુધી ઓછામાં ઓછું 0.2 ળલ/ક રેસિડ્યુઅલ ક્લોરીન જળવાઈ રહે તે જરૂૂરી છે. તેમજ પાણીનું ાઇં મૂલ્ય 6.5 થી 8.5 વચ્ચે રહેવું જરૂૂરી છે.