મુંબઇ ઇન્ડિયન્સને ઝટકો, IPLની પ્રથમ મેચમાંથી હાર્દિક પંડ્યા બહાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટૂર્નામેન્ટની શરૂૂઆત કરશે. પરંતુ…

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના શેડ્યૂલની જાહેરાત થઈ ગઈ છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટૂર્નામેન્ટની શરૂૂઆત કરશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમનો કેપ્ટન હાર્દિક પંડ્યા સીઝનની પ્રથમ મેચમાં રમી શકશે નહીં.

હાર્દિક પંડ્યાએ ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળી હતી, પરંતુ ટીમ IPL 2024માં ધાર્યું પ્રદર્શન કરી શકી નહોતી અને પોઈન્ટ ટેબલમાં તળિયે રહી હતી. પાંચ વખત IPL ટાઈટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે હાર્દિકની કપ્તાની હેઠળ ફરીથી ટ્રોફી જીતવા માટે ઉત્સુક છે, પરંતુ સિઝનની શરૂૂઆત પહેલાં જ તેમને મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પ્રથમ મેચમાં રમશે નહીં.

હાર્દિક પંડ્યા IPLમાં એક અનુભવી ખેલાડી છે અને તેણે 137 મેચોમાં 10 અડધી સદી સાથે કુલ 2525 રન બનાવ્યા છે. બોલિંગમાં પણ તેણે 64 વિકેટ ઝડપી છે. IPL 2025ની પ્રથમ મેચમાં હાર્દિકની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સનું નેતૃત્વ કરી શકે છે. સૂર્યકુમાર ભારતીય ઝ20 ટીમનો કેપ્ટન પણ છે અને તેની પાસે કેપ્ટનશિપનો અનુભવ છે, જે મુંબઈ ઈન્ડિયન્સ માટે ઉપયોગી થઈ શકે છે.