Site icon Gujarat Mirror

મુંબઇ ઇન્ડિયન્સની ઘર આંગણે હાર, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 18 રને જીત

IPL 2026ની 20મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ભવ્ય જીત મેળવી છે. મેચમાં ટોસ જીતીને મુંબઈએ પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. આરસીબીએ રજત પાટિદાર, કોહલી અને સોલ્ટની ફિફ્ટીના જોરે 240 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. પરંતુ તેના જવાબમાં મુંબઈની ટીમ 222 રન જ બનાવી શકી હતી. આમ બેંગલુરુની ટીમે 18 રને મેચ જીતી લીધી હતી.

241 રનના જવાબમાં ઉતરેલી મુંબઈની ઇનિંગની શરૂૂઆત રોહિત શર્મા અને રિકલ્ટને કરી હતી. બંનેએ 72 રનની બનાવ્યાં હતા, પરંતુ રોહિત શર્મા રિટાયર્ડ આઉટ થઈ ગયો. જ્યારે રિકલ્ટન 37 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ તિલક 1 રન અને સૂર્યકુમાર યાદવ 33 રન પર સુયશના શિકાર થયા હતા. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ મોર્ચો સંભાળ્યો અને 22 બોલમાં 40 રનની ઇનિંગ રમી. ત્યાર બાદ રધરફોર્ડે 31 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી. પરંતુ તેઓ પોતાની ટીમને જીત અપાવી શક્યા નહીં. મુંબઈએ આરસીબીના 240 રનના જવાબમાં 5 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યાં હતા.

આરસીબીની ઈનિંગની શરૂૂઆત વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે કરી. બંનેએ પહેલા જ બોલથી આક્રમક અંદાજમાં બેટિંગ કરી અને પાવરપ્લે એટલે કે 6 ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 71 રન ઠોકી દીધા હતા. પરંતુ ત્યારબાદ બંને પાછળ વળીને જોયું નહીં અને 10 ઓવરમાં 115 રન ઠોકી દીધા. આરસીબીને પહેલો ઝટકો 11મી ઓવરમાં લાગ્યો જ્યારે શાર્દુલ ઠાકુરે ફિલ સોલ્ટની વિકેટ ઝડપી. સોલ્ટે 36 બોલમાં 78 રન બનાવ્યા. ત્યારબાદ રજત પાટીદારે તોફાની બેટિંગ કરી. રજત પાટીદારે 20 બોલમાં 53 રનની આતિશી પારી રમી અને વિરાટ કોહલીએ 38 બોલમાં 50 રન બનાવ્યા. આ બંનેના દમ પર આરસીબીએ મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટ ગુમાવીને 240 રનનો મોટો સ્કોર ઊભો કરી દીધો.

Exit mobile version