મુંબઇ એરપોર્ટનો રનવે આજે બંધ, રાજકોટથી ઉડાન ભરતી 3 ફલાઇટ રદ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચોમાસા પૂર્વેની તૈયારીઓ એટલે કે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂૂપે આજે સવારે 11 થી સાંજે 5 સુધી રન-વે બંધ રાખવાનો…

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચોમાસા પૂર્વેની તૈયારીઓ એટલે કે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂૂપે આજે સવારે 11 થી સાંજે 5 સુધી રન-વે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમારકામ અને જાળવણીની સીધી અસર રાજકોટના હવાઈ વ્યવહાર પર જોવા મળી છે, જેમાં રાજકોટથી મુંબઈ આવતી-જતી કુલ ત્રણ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.રાજકોટથી ઉડાન ભરતી ઈન્ડીગોની બે અને એર ઇન્ડિયાની એક એમ કુલ ત્રણ ફ્લાઈટ રદ કરવામાં આવી છે.જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર -મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂૂપે આજે સવારે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી મુંબઈ એરપોર્ટનો રન-વે સંપૂર્ણપણે કાર્યરત રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન ઓપરેટ થતી ફ્લાઈટ્સના શિડ્યુલમાં ફેરફાર અથવા રદબાતલ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે ઈન્ડિગો એરલાઈન્સ: બપોરે 12:00 વાગ્યાની અને બપોરે 4:00 વાગ્યાની બે ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. તેમજ એર ઈન્ડિયાની સાંજે 6:00 વાગ્યાની ફ્લાઈટને પણ આ જાળવણી પ્રક્રિયાના કારણે રદ જાહેર કરાઈ છે.

મુસાફરોને પૂર્વ જાણકારી અને વૈકલ્પિક વ્યવસ્થા એરલાઈન્સ કંપનીઓ દ્વારા આ અંગેની જાણકારી ટ્રાવેલ એજન્ટો અને પેસેન્જરોને ઈ-મેલ તથા મેસેજ મારફતે અગાઉથી જ આપી દેવામાં આવી હતી, જેથી એરપોર્ટ પર જઈને મુસાફરોએ હાલાકીનો સામનો ન કરવો પડે. જોકે, એકસાથે ત્રણ ફ્લાઈટ્સ રદ થવાને કારણે સવાર અને સાંજની અન્ય ઉપલબ્ધ ફ્લાઈટ્સમાં પેસેન્જરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પ્રી-મોન્સૂન કામગીરીનું મહત્વ દર વર્ષે ચોમાસા દરમિયાન વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગમાં કોઈ ટેકનિકલ ખામી ન સર્જાય તે માટે રન-વેનું બારીકાઈથી નિરીક્ષણ અને સમારકામ કરવામાં આવતું હોય છે. આ વ્યૂહાત્મક જાળવણીને કારણે જ મુંબઈ જેવા વ્યસ્ત એરપોર્ટ પર ફ્લાઈટ્સનું સંચાલન સુરક્ષિત રીતે થઈ શકે છે. રાજકોટ એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને પોતાની ફ્લાઈટના સમય અંગે એરલાઈન્સ સાથે સંપર્ક કરી ખાતરી કરી લેવા વિનંતી કરવામાં આવી છે.