ગુજરાત
ભાજપના સક્રિય સદસ્યતા અભિયાનનો મુકેશ દોશીએ ફોર્મ ભરી કરાવ્યો પ્રારંભ
ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયના પ્રદેશ અધ્યક્ષ્ા સી.આર.પાટીલના વડપણ હેઠળ છેલ્લા 4પ દિવસથી રાજયમાં સદસ્યતા અભિયાન-ર0ર4 ચાલી રહયુ છે જે અંતર્ગત આજરોજથી 100 કે તેથી વધુ પ્રાથમિક સભ્ય બનાવેલા કાર્યર્ક્તાઓને સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત સૌ પ્રથમ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ સક્રિય સભ્યનું ફોર્મ ભરી અને પોતાની નોંધણી કરાવેલ છે અને આ સક્રિય સદસ્યતા અભિયાનનો રાજકોટ શહેરમાં પ્રારંભ કરાવ્યો છે. તેમની સાથે રાજકોટ વિધાનસભા-70 ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા તથા ભાજપ અગ્રણી જીતુભાઈ મહેતા એ પણ પોત પોતાના સક્રિયના ફોર્મ ભરી ભાજપ કાર્યાલયે સુપરત કરેલ હતા.
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ આ તકે જણાવ્યું હતું કે પ્રાથમિક સદસ્યતાની સાથે સાથે હવે સક્રિય સદસ્ય બનાવવાનું અતિ મહત્વનું કાર્ય પણ આજ રોજથી ચાલુ થયું છે. સક્રિય સદસ્યતા અભિયાનએ પ્રવેશોત્સવ પછી ગુણોત્સવ માટેનો અવસર છે. સક્રિય સદસ્યતા એ સંગઠનનો મજબુત પાયાનું કામ કરે છે અને તમામ ચુંટણીઓ જીતવા માટેનું મહત્વનું પરીબળ છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રદેશ કક્ષ્ાાએથી આવેલ સક્રિય સદસ્યતા અંગેના ફોર્મ વોર્ડ વાઇઝ વિતરણ કરી અને દરેક વોર્ડમાં બુથ લેવલે સક્રિય સભ્યો બનાવવાની પક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ પ્રક્રિયા અંતર્ગત 100 થી વધુ પ્રાથમિક સભ્યો બનાવેલ હોય તેવા વૈચાિરક,નિષ્ઠાવાન અને સમાજસેવી વૃતિ-પ્રવૃતિ ધરાવતાં કર્મઠ કાર્યર્ક્તાઓની સક્રિય સભ્ય તરીકે નોંધણી કરવામાં આવશે. આ સક્રિય સભ્યની નોંધણી માટે આવતીકાલે તા. રર ઓકટોબરના રોજ સવારે 10.00 કલાકેથી દરેક વોર્ડમાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેથી કોઈ પાયાના કાર્યર્ક્તાને સક્રિય સભ્યની નોંધણી કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તેમ અંતમાં જણાવ્યું હતું. સક્રિય સદસ્યતા અભિયાનની રાજકોટ મહાનગરના ઈન્ચાર્જ મહેશભાઈ રાઠોડ અને વિજયભાઈ પાડલીયા સાથે કાર્યાલય મંત્રી હિતેષભાઈ ઢોલરીયા, મદદનીશ કાર્યાલય મંત્રી શૈલેષ દવે, તેમજ રમેશભાઈ જોટાંગીયા, ચેતન રાવલ, ભાવીન ધોળકીયા, નલહરીભાઈ પંડિત, અજય સહિતના કામગીરી સંભાળી રહયા છે.