Site icon Gujarat Mirror

પુત્રને મળવા માતા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા, પતિ જોઈ જતાં ઝેરી પાવડર પીધો

oplus_2097184

રેલવે સ્ટેશનમાં બનાવ, મહિલા સારવારમાં

શહેરની એક કંપનીમાં રહેતી મૂળ મધ્ય પ્રદેશની પરિણીતા દીકરાને મળવા પોતાના ગામ જઇ રહી હતી તે દરમિયાન પતિ તેને રેલવે સ્ટેશને જોઈ જતાં લાગી આવ્યું હતું અને ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની વિગત એવી છે કે, મૂળ મધ્ય પ્રદેશનાં આરતીબેન નીરજભાઈ જયસ્વાલ (ઉં.વ. 35) હાલમાં રાજકોટની પીઠવા કંપનીમાં રહે છે. તેઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ રહે છે અને તેમના પતિ નિરજભાઇ ઉપરોકત કંપનીમાં જ કામ કરે છે. આરતીબેનને સંતાનમાં 4 વર્ષનો પુત્ર શિવા છે જે હાલમાં મધ્ય પ્રદેશમાં આવેલા તેમના ગામે રહે છે.

પુત્રની યાદ આવતા આરતીબેન પરેથી કોઇને કહ્યા વગર પુત્રને મળવા જઇ રહ્યા હતા. બીજી બાજુ નીરજભાઇ પણ તેની પત્નીની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન આરતીબેન રેલવે સ્ટેશનની સામે પતિ નિરજભાઈને આવતાં જોઈ જતાં ઝેરી પાવડર પી લીધો હતો. જેને લીધે તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Exit mobile version