Site icon Gujarat Mirror

સાસુ કહેતા તું કમાઇને દેતી નથી અને સસરા પર્સનલ રૂમ બંધ કરવાની ના પાડી આરામ કરવા દેતા નહીં

કાલાવડ રોડ પર વિરસાવરકર આવાસમાં રહેતા વૈશાલીબેન રાહુલભાઇ મોભેરા(ઉ.વ.23)એ પતિ રાહુલ ધનજી,સસરા ધનજી બધાભાઈ,સાસુ ગંગાબેન ધનજી,જેઠ શૈલેષ ધનજી,જેઠાણી સીમાબેન શૈલેષ અને નણંદ અજુ વિજય યાદવનું નામ આપતા તેમની સામે મહિલા પોલીસમાં ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

વૈશાલીબેને ફરિયાદમાં જણાવ્યુ હતું કે,હું છેલ્લા ચાર મહિનાથી મારા પિયર ખાતે રહુ છું લગ્ન બાદ અમો પતિ-પત્નિ મારા સાસુ-સસરા તથા જેઠ શૈલેશભાઈ જેઠાણી સીમાબેન એમ બધા સંયુક્ત કુંટુંબ મા રૈયાધાર સ્લમ ક્વાટર ખાતે રેહતા હતા. અને હું લગ્ન બાદ બે વર્ષ મારા સાસરીમાં રોકાયેલ હતી અને બાદ મારા સાસુ એ મને કહેલ કે તુ નોકરી એ જવા લાગ અને હુ ઘરના કામ મા મદદ કરીશ જેથી હુ લગ્નના બે મહિના બાદ હુ કારના શોરૂૂ મા ટેલીકોલરની નોકરી કરવા લાગેલ અને મે ચાર મહિના નોકરી કરેલી જેમા મારા પતિ એમ કહેતા કે મને પૈસા આપ અને મારા સાસુ કહેતા કે મને પૈસા આપ આમ મારી સેલેરીના જે પૈસા આવતા એ બાબતે ઝધડાઓ થતા હતા.હુ ઘરના લાઇટ બીલ અને વેરાબીલ હુ ભરતી હતી.

જેથી આ બધા ઘરકંકાસથી કંટાડી ને મે નોકરી મુકી દીધી હતી અને ત્યારબાદ હુ ઘરમાં રહેતી ત્યારે મને સાસુ માનસીક ત્રાસ આપતા અને કહેતા કે તુ કામાઇ ને નથી દેતી અને તારો પતિ પણ કમાઈ ને નથી દેતો અને મારા સાસુ મારા ધરેણા લઇ લેતા અને પ્રસંગ હોય ત્યારે પહેરવા આપતા અને મને મારા સસરા કહેતા કે આરામ નથી કરવો કામ કરો અને મને મારો પર્સનલ રૂૂમ બંધ કરવા દેતા નહિ અને આ બાબત હુ મારા પતિ ને જણાવુ તો કહેતા કે તુ મને માનસીક ત્રાસ આપસ એમ કહિ મને મારા પર ગુસ્સે થતા અને મને મારવા લાગતા અને મારા પતિ મને બહાર હરવા ફરવા કે જમવા લઈ જતા નથી જતા.

બાદ હુ થોડા સમય બાદ મે છાપાવાળા એડવરટાઇસ મા નોકરી શરૂૂ કરેલ.બાદ હુ મારા પતિ ના ખાતા મા પૈસા નાખતી અને ક્યારેક રોકડા પણ આપતી.તેમજ નણંદ છૂટાછેડાની ધમકી આપતા હતા.આ ઝધડા અને માનસીક ત્રાસ ને કારણે મારી તબિયત સારી ન હતી જેથી હુ મારા પપ્પા સાથે મારા માવતરે જતી રહી હટી.ત્યાર બાદ અંદાજે દસ પંદર દિવસ દવા લીધેલ છતા સારૂૂ ના થતા મને ગુંદાવાળી હોસ્પીટલ ખાતે મને એડમીટ કરેલ છતા સાસરીયામાંથી કોઇ હોસ્પીટલે આવેલ નથી.આ અંગે સમાધાનના પ્રયાસો કર્યા આમ છતાં સાસરિયાઓ સમાધાન કરતા ન હોય અંતે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version