Site icon Gujarat Mirror

લક્ષ્મણ ટાઉનશીપમાં છેડતી મામલે થયેલા ઝઘડાનો ખાર રાખી માતા-પુત્રને માર મારી ધમકી

શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં દૂધ આપવા આવેલા શખ્સે કોઈ છોકરીની છેડતી કરી હતી.જેથી તેમને ત્યાં રહેતા મહિલાના પુત્રએ ટપારતા આ શખ્સે બંને શખ્સોને ધમકી આપી મારમારતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ઘટનામાં ફરિયાદી પ્રમીલાબેન નામદેવભાઇ પાટીલે વિજય ભરવાડ,તેનો ભાઈ અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.ગઇ તા.09/06ના રોજ સવારના અરસામા મારો દિકરો વીશાલ અમારા બિલ્ડીંગના પાર્કીગમા બેઠો હતો ત્યારે અમારે ત્યા દુધ દેવા આવતો વીજયભાઇ ભરવાડ અમારી બીલ્ડીંગમા રહેતી કોઇ છોકરી જોડે અડપલા કરતો હોય જેથી મારા દિકરા વીશાલે આ જોતા આ વિજયે તેને આ વાત કોઇને ન કરવા માટે ધમકાવેલ જેથી મારા દિકરાએ તેના મા બાપ પુછે તો મારે જવાબ દેવો પડે તેમ કીધેલ બાદ બીજા દિવસે તા.10/06 ના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ આ વીજય અને તેની સાથે અન્ય બે માણસ જેમા એક તેનો ભાઇ અમારા ફલેટ નં 204 મા આવેલા અને અમારા ઘરે આવી મારા દીકરા વિશાલને ગાળો આપવા લાગેલ અને અમારી સાથે બોલાચાલી કરવા લાગેલ અને માર મારવા લાગેલ અને મને માથામા તથા છાતીના ભાગે ધોકાથી મારેલુ તેમજ વીજયે મારા દીકરા વિશાલને ધોકા વડે માથામા માર માર્યો હતો.

તેમજ મારા છોકરા ગોવિંદને આ વિજય સાથે આવેલ તેના ભાઇએ જમણા પગમા ગોંઠણે ધોકો મારેલ બાદ હુ મારા છોકરાને છોડાવવા માટે વચ્ચે પડતા વિજયે અને તેની સાથે આવેલા માણસોએ અમને કહેલ કે જો છોકરીની વાત કરશો તો તમને બધાને મારી નાખીશ તેમ કહીને અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મારા દિકરાઓ આ માથાકુટ થયેલ તેથી બચવા માટે નીચે દોડીને ગયા હતા.આ ઘટનામાં ત્યાં માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા.આ મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Exit mobile version