ગુજરાત

જામનગર તાલુકાના ગાડુકા ગામમાં માતા-પુત્રના વીજશોક લાગવાથી મોત

Published

on


જામનગર તાલુકાના ગાડુકા ગામમાં ભારે કરુણા જનક કિસ્સો બન્યો છે, અને વીજ શોક લાગવાથી માતા પુત્ર બંનેના મૃત્યુ નિપજતાં ભારે ભારે અરેરાટી ફેલાઈ છે.માતાને વિજ શોક લાગતા તેને બચાવવા ગયેલા તેર વર્ષના પુત્રને પણ વિજ આંચકો ભરખી ગયો હતો.


આ કરુણાજનક બનાવની વિગત એવી છે કે. જામનગર તાલુકાના ગાડુકા ગામમાં રહેતી હંસાબા રાઠોડ નામની મહિલા ગઈકાલે રાત્રે પોતાના ઘેર ઈલેક્ટ્રીક સઘડીમાં રસોઈ બનાવી રહી હતી, જે દરમિયાન તેને એકાએક વિજ આંચકો લાગ્યો હતો, અને બેશુદ્ધ બની હતી.


આ વેળાએ ઘરમાં હાજર રહેલા 13 વર્ષના પુત્ર દિવ્યરાજસિંહએ પોતાની માતાને બચાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો, તેમાં તેને પણ વિજ આંચકો લાગ્યો હતો, અને માતા-પૂત્ર બન્ને બેશુદ્ધ બન્યા હતા.


જેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં માતા-પુત્ર બંનેના મૃતદેહ જ પહોંચ્યા હતા. જેના કારણે ભારે ગમગીની ફેલાઈ હતી. નાના એવા ગાડુકા ગામમાં માંતા-પુત્ર બંનેના મૃત્યુને લઈને ભારે ગમગીની છવાઈ છે.


સમગ્ર મામલાની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version