જામનગર શહેરમાં મહાનગરપાલિકાની મિલકતો ઉપર ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના જાહેરાત ના બોર્ડ હોર્ડિંગ્સ, કિયોસ્ક વગેરે લગાવી દેવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવતાં એસ્ટેટ શાખાની ટીમ દોડતી થઈ હતી.
દબાણ હટાવ નીરીક્ષક અનવર ગજણની રાહબરીમાં શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ત્રણ ટુકડીઓને દોડતી કરાવવામાં આવી હતી.
ત્રણેય ટીમ દ્વારા જામનગર મહાનગરપાલિકા હસ્તકના સ્ટ્રીટ લાઈટના પોલ ઉપર લગાવવામાં આવેલા કિયોસ્ક કે જેની કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવાઈ નથી, તેવા આશરે 750 થી વધુ બોર્ડ ઉતારી લઇ જપ્ત કરી લેવાયા છે, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવ્યા છે. આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે.

