રાજકોટ આરટીઓ દ્વારા ઉપલેટાના ડુમીયાણી ટોલનાકા પાસે ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતા 47થી વધારે વાહનોની કાર્યવાહી કરવામાં આવી જેમાં બે લાખ જેટલો દંડ ઉઘરાવવામાં આવ્યો હતો અને ત્રણ વાહન ડીટેઇન કરવામાં આવ્યા હતા.
રાજકોટ આરટીઓ દ્વારા ખાસ ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. હાઇ-વે પર બેફામ દોડતા વાહન ચાલકો વિરૂધ્ધ ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવતી હોય છે. હાઇ-વે પર મોટા વાહનો દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા રાજકોટ આરટીઓ દ્વારા કાર્યવાહી કરાઇ હતી.
આર ટી ઓ રાજકોટ કચેરીના ઇન્સ્પેક્ટર દવારા વાહનની ચેકીંગ ડ્રાઈવ ઉપલેટા ડૂમિયાણી ટોલ પાસે યોજવામાં આવેલ હતી જેમાં પરમિટ ભંગ, ટેક્સ વગરના વાહનો, વીમો પીયુસી વગર, ઓવર લોઅડિંગ, ઓવર ડાયમેનસન જેવા મોટર વાહન કાયદાનો ભંગ કરતા કુલ 47 જેટલા અલગ અલગ કેસ કરવાં આવેલ અને 2,20,482 દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 3 વાહનો સ્થળ ઉપર ડિટેઇન કરવામાં આવેલ હતા.

