લેબેનોનમાં સૌથી વધુ જાનહાનિ, હોર્મુઝ બંધ થવાથી ઇરાન-અરબ દેશોનું અર્થતંત્ર ડામાડોળ
ફેબ્રુઆરી 28, 2026થી મે 2026 સુધી ચાલેલા યુએસ-ઈરાન (અને ઈઝરાયેલ સાથે) યુદ્ધમાં હજારો લોકોના જીવ ગયા છે અને અબજો ડોલરનું આર્થિક નુકસાન થયું છે. આ યુદ્ધમાં હોર્મુઝ સ્ટ્રેટના અવરોધને કારણે વૈશ્વિક તેલ બજાર અને અર્થતંત્ર પણ ખૂબ અસરગ્રસ્ત થયા છે.
માનવીય નુકસાન જોઇએ તો ઈરાનમાં અધિકારીઓ અનુસાર 3,468 મૃત્યુ અને 26,500થી વધુ ઘાયલ. અન્ય સ્ત્રોતો (HRANA અને યુએસ/ઈઝરાયેલ) અનુસાર 6,000+ દજ્ઞ સૈનિકો માર્યા ગયા અને વધુ ઘાયલો છે.
લેબનોનમાં 3,756 મૃત્યુ અને 11,632 ઘાયલ (હીઝબોલ્લાહ સહિત), યુએસમાં 15 સૈનિકો માર્યા ગયા, 543 ઘાયલ, ઈઝરાયેલમાં 61 મૃત્યુ (32 સૈનિકો સહિત), 9,026 ઘાયલ, અન્ય દેશો (ગલ્ફ સ્ટેટ્સ, ઈરાક વગેરે)માં સેંકડો મૃત્યુ અને હજારો ઘાયલ. થયા છે. કુલ અંદાજિત મૃત્યુ 7,500થી 10,000+ અને 48,000થી વધુ ઘાયલો નોંધાયા છે.
આર્થિક નુકસાનની વાત કરીએ તો યુએસમાં દજ્ઞ સૈનિક ખર્ચ 29 બિલિયન (મે 2026 સુધી), વધારાના 200 બિલિયનની માંગ. વપરાશકારોને વધારાના ઈંધણ ખર્ચમાં 40-60 બિલિયન, ઈરાનમાં અર્થવ્યવસ્થાને 300 બિલિયનથી 1 ટ્રિલિયનનું નુકસાન (સરકારી અંદાજ), અરબ દેશોમાં 120 બિલિયન સુધી નુકસાન થયું છે.
તેલના ભાવમાં વધારો, વેપાર વિક્ષેપ અને GDP માં અબજો ડોલરનું નુકસાન. કેટલાક અંદાજો અનુસાર વૈશ્વિક અર્થતંત્રને 1.3 ટ્રિલિયનથી વધુની અસર થઇ છે. આ યુદ્ધે મધ્ય પૂર્વમાં વ્યાપક વિનાશ અને વિસ્થાપનનું કારણ બન્યું છે. હવે 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં સહી થનારા શાંતિ કરારથી આ વિસ્તારમાં સ્થિરતા આવે તેવી આશા છે. વધુ વિગતો અને અધિકૃત આંકડાઓની રાહ જોવાઈ રહી છે.
