મોરબીના હાડવૈદ્ય પાસે ગણેશજીના ફોટાવાળી એકમાત્ર ચલણી નોટ

ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજી નો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં…

ઈન્ડોનેશિયા દેશ દ્વારા આજથી લગભગ 27 વર્ષ પહેલાં તેમની ચલણી નોટમાં ભગવાન શ્રી ગણેશજી નો ફોટો છાપવામાં આવ્યો હતો ઈન્ડોનેશિયા એક મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં વર્ષ 1998માં તેના દ્વારા 20,000 રૂૂપિયા ની ચલણી નોટ બહાર પાડવામાં આવી હતી કે જેમાં ભગવાન શ્રી ગણેશજી બિરાજમાન છે.

લગભગ આ દુનિયાની એકમાત્ર ચલણી નોટ છે જેના પર ગણેશજી નો ફોટો છે આ નોટ મોરબીમાં રહેતા જાણીતા હાડવૈદ્ય ઉમેદસિંહ ગંજસિંહ ચૌહાણ ના પુત્ર પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે તેઓ ને દેશ વિદેશની ચલણી નોટો, સ્ટેમ્પ,સિક્કા નો સંગ્રહ કરવાનો શોખ છે.