ચોમાસાની ગતિ ધીમી પડી, હજુ 3 દિવસ બાદ કેરળમાં એન્ટ્રી

26 જૂને પ્રવેશવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી પરંતુ 4-5 દિવસથી ભેજનું પ્રમાણ ઘટતા આગળ જ ન વધ્યું ગરમીથી ત્રાસી રહેલા દેશના લાખો લોકોને ચોમાસાની રાહમાં…

26 જૂને પ્રવેશવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી પરંતુ 4-5 દિવસથી ભેજનું પ્રમાણ ઘટતા આગળ જ ન વધ્યું

ગરમીથી ત્રાસી રહેલા દેશના લાખો લોકોને ચોમાસાની રાહમાં નિરાશા વધી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની 15 મેની આગાહી અનુસાર આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળમાં 26 મે (14 દિવસ)ની આસપાસ પ્રવેશવાની ધારણા હતી, પરંતુ છેલ્લા 4-5 દિવસથી વાતાવરણમાં ભેજ (મોઇશ્ચર)નું પ્રમાણ ઘટતાં ચોમાસાની આગળ વધવાની ગતિ મંદ પડી ગઈ છે.

અત્યારે ચોમાસું અંડમાન અને નિકોબાર ટાપુઓ તથા બેંગાલની ખાડીના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે, પરંતુ કેરળના દરિયાકાંઠે તેની ઔપચારિક એન્ટ્રી હજુ બાકી છે. IMDના તાજા અપડેટ અનુસાર આગામી 2-3 દિવસમાં કોમોરિન વિસ્તાર અને કેરળમાં વધુ પ્રગતિ થઈ શકે છે. 26-27 મેના રોજ કેરળમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં અરબી સમુદ્ર અને બેંગાલની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનોમાં નબળાઈ જોવા મળી છે. ચોમાસાની એન્ટ્રી માટે જરૂૂરી માપદંડો જેમ કે સતત 2 દિવસ 2.5 મિમી વરસાદ, પવનની દિશા અને તીવ્રતા તથા આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) હજુ સંપૂર્ણપણે પૂરા થયા નથી. આ કારણે ચોમાસું અટકી ગયું હોવાનું લાગી રહ્યું છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસું મધ્ય જૂન (18થી 25 જૂન) સુધીમાં પહોંચે છે. આ વર્ષે પણ તે જ અંદાજ છે. જો કે IMDની લાંબા ગાળાની આગાહી અનુસાર આખા ચોમાસા સીઝન (જૂન-સપ્ટેમ્બર)માં દેશભરમાં વરસાદ સામાન્ય કરતાં 92% (LPA) જેટલો જ રહેવાની શક્યતા છે. અલ નીનોની અસરને કારણે વરસાદ નબળો રહી શકે છે, જેની અસર ખેડૂતો અને કૃષિ પર પડી શકે છે.