ગુજરાત

ચોમાસું ચિકકાર, રાજ્યમાં 140 ટકાથી વધુ વરસાદ

Published

on

દુકાળિયા પ્રદેશ કચ્છમાં સૌથી વધુ 187 ટકા પાણી પડ્યુ: તમામ જિલ્લામાં 100 ટકા ઉપર વરસાદ વરસી ગયો, અમુક જિલ્લામાં લીલો દુકાળ

ચાલુ વર્ષે મેઘરાજા ચોમાસુ પુરુ થયા બાદ પણ સટાસટી બોલાવી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં 140.60 ટકા વરસાદ થયો છે. રાજ્યના તમામ 33 જિલ્લામાં 100 ટકા કે તેથી વધુ વરસાદ પડી ગયો છે. જ્યારે કચ્છ, સોમનાજી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ સહિતના કેટલાક જિલ્લાઓમાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાયેલ છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં સૌથી ઓછો 53 ટકા (11 ઇંચ) નોંધાયો છે. જ્યારે 35 તાલુકામાં 100 ટકાથી ઓછો વરસાદ પડ્યો છે.


આ ચોમાસા દરમિયાન ગુજરાતમાં કુલ વરસાદના 140 ટકાથી વધુ વરસાદ થયો છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં હવે 100 ટકા વરસાદ થયો છે. હજુ સુધી માત્ર બનાસકાંઠા જિલ્લામાં 100 ટકા વરસાદ થયો નથી, જો કે, બનાસકાંઠાના વાવ તાલુકામાં હજુ પણ સૌથી ઓછો (53.38 ટકા) વરસાદ થયો છે.


રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં હવે 100 ટકા વરસાદ થયો છે. જો કે, બનાસકાંઠાના વાવ તાલુકામાં હજુ પણ સૌથી ઓછો (53.38 ટકા) વરસાદ થયો છે. જિલ્લાના આધારે જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 264 ટકા જ્યારે બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછો 100.80 ટકા વરસાદ નોંધાયો છે.


રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષમાં થયેલા વરસાદ પર નજર કરીએ તો દર વર્ષે સરેરાશ 883 મીમી વરસાદ થયો છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં 1239 મીમી વરસાદ નોંધાયો છે જે સરેરાશના 140.31 ટકા છે. તમામ જિલ્લાઓ અને તમામ પ્રદેશોમાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. જો કે, 251 માંથી 35 તાલુકા એવા છે કે જ્યાં પૂરેપૂરો વરસાદ પડ્યો નથી તેમાંથી અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં 66.80 ટકા વરસાદ થયો છે. 141 તાલુકાઓમાં 1000 મીમીથી વધુ વરસાદ, 103 તાલુકાઓમાં 500 મીમીથી વધુ અને 1000 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે. માત્ર સાત તાલુકા એવા છે જ્યાં 500 મીમીથી ઓછો વરસાદ થયો છે.


જો પ્રદેશના આધારે જોવામાં આવે તો કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 187 (186.86) ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 151.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 145.83 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 134.07 ટકા અને 115.47 ટકા વરસાદ નોંધાયો છે.


આ વર્ષે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ 443 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે જુલાઈમાં 425 મીમી, સપ્ટેમ્બરમાં 232, જૂનમાં 115 અને ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં સરેરાશ 25 મીમી વરસાદ નોંધાયો છે.

વધુ 36 તાલુકામાં વરસાદ, હજુ બે દિવસની આગાહી
રાજકોટ સહિત ગુજરાતમાં ચોમાસા બાદ સતત વરસાદ ચાલુ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 36 તાલુકામાં ઝાપટાથી માંડી 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં 3.5 ઇંચ, રાજકોટના લોધિકામાં દોઢ ઇંચ, ડાંગ-આહવા, થાનગઢ, રાપર, વાપી, સુઇગામ, ગિરગઢડા, વલસાડ, થરાદ સહિતના સ્થળોએ અડધોથી માંડી એક ઇંચ વરસાદ પડયો છે. અવરિત વરસાદના કારણે ચોમાસું તૈયાર મોલાતને ભારે નુકશાન થવા પામેલ છે અને ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. હજુ બે દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version