Site icon Gujarat Mirror

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, 130 તાલુકામાં 6 ઇંચ સુધી વરસાદ

 

અમુક સ્થળે તોફાની વરસાદ, કાળા ડીબાંગ વાદળોના ગંજ ખડકાયા: ડભોઇ-6, સંખેડા 5, ઉમરપાડા 3.5, ખંભાળા, માંગરોળ 2.5, મેંદરડા, વિસાવદર, કેશોદ, 1.5 ઇંચ વરસ્યો

રાજ્યમા સમયસર ચોમાસોઅ ગઇકાલે એન્ટ્રી કરી અડધાથી છ ઇંચ જેટલો જોરદાર વરસાદ વરસાવી દીધો હતો. વડોદરાના ડભોઇ ખાતે 6 ઇંચ તેમજ સંખેડા 5, ઉમરપાડા 3.5, ખંભાળા, માંગરોળ 2.5, મેદંરડા, વિસાવદર, કેશોદ, 1.5ઇંચ વરસાદ વરસતા નદીઓમાં ધોડાપુર આવ્યા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગય હતી. સમયસર વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વરસાદી સિઝનની ગઇકાલે શરૂઆત થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં જોરદાર વરસાદી એન્ટ્રી થય હતી. સમ્રગ રાજ્યના 130 તાલુકાઓમાં અડધાથી 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને આજે પણ કાળાડીબાંગ વાદળોના ગંજ ખડકાતા વધુ વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ગઇકાલે વરસાદે રાજ્યમાં એન્ટ્રી કરતા ડભોઇમાં 151મીમી, સંખેડા 125મીમી, ડાંગ 83મીમી, સિહોર 80મીમી., પાલનપુર 71મીમી, ખંભાળા 65મીમી, માંગરોળ, કેશોદ, તારાપુર, વલભીપુર, વિસાવદર, વંથલીમાં 40થી 55મીમી વરસાદ વરસતા નદીઓ બેકાઠે વહેતી થઇ હતી. રાજ્યના 130 તાલુકાઓ પૈકી માંડવી, નેત્રરંગ, વલસાડ, કોડીનાર, વાપી, નડિયાદ, પાલીતાણા અને રાજુલામાં એક ઇંચ તથા ભાવનગર, નવસારી, ઓલપાડ, ધોરાજી, વાંકાનેરમાં અડધો ઇંચ તેમજ ઝાપડા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. રવિવારના રોજ સૌરષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં વાદળોના ગળગળાટ અને ભારે પવન તેમજ વિજળીના કડાકા ભડાકા સાથે અડધાથી છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે સોમવાર સવારથી ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપર વાદળોની જમાવટ જોવા મળી છે. અને અમૂક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસ્યાના વાવડ પ્રાપ્ત થયા છે.

ગુજરાતમાં વિધીવત ચુમાસાનું આગમન થતા સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. અને અડધાથી છ ઇંચ જેટલો ભારે વરસાદ વરસી જતા લોકોને બફારામાંથી મુકતી મળી હતી. તેમજ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગય હતી. તમામ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, ભરૂૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 17મી જૂને ભાવનગરમાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 18મી જૂનના રોજ કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં અને 19 જૂને ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 20મી અને 21મી જૂનના રોજ નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે.

Exit mobile version