મધ્ય પૂર્વમાં ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. આ દરમિયાન ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેનીને તેમના ઉત્તરાધિકારી અને દેશના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમના નામની જાહેરાત ઈરાની સરકારી ટીવીએ સોમવારે વહેલી સવારે કરી હતી. તેમના પિતાના મૃત્યુ પહેલા પણ યુવાન ખામેનીને લાંબા સમયથી આ પદ માટે દાવેદાર તરીકે જોવામાં આવતા હતા, જોકે તેમણે ક્યારેય ચૂંટાયેલા કે નિયુક્ત સરકારી પદ સંભાળ્યું ન હતું.
ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, આયતુલ્લા સૈયદ મોજતબા ખામેનેઈની નિમણૂક પર મહોર લગાવી દેવામાં આવી છે. નવા નેતા તરીકે સત્તા સંભાળતાની સાથે જ મોજતબા એક્શન મોડમાં આવ્યા અને અને ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલો અટેક કર્યો છે. ઈરાની મીડિયાએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, નવા સુપ્રીમ લીડરની આગેવાનીમાં ઈઝરાયલના કબજા હેઠળના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલી સેનાએ આ નિમણૂક પહેલા જ કડક ચેતવણી આપી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું હતું કે યુદ્ધ સમાપ્ત થયા પછી કોણ સત્તા સંભાળશે તે અંગે તેમનો મત હોવો જોઈએ. ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે તેમની મંજૂરી વિના કોઈ નવો નેતા લાંબા સમય સુધી ટકી શકશે નહીં.બીજી તરફ, ઈઝરાયલે ધમકી આપી હતી કે તેઓ ખામેનીના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દેશે. યુદ્ધના શરૂઆતના હવાઈ હુમલામાં અમેરિકા અને ઇઝરાયલે સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરી હતી.

