મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટને કહ્યું અલવિદા, ભાવુક પોસ્ટ સાથે કરી નિવૃત્તિની જાહેરાત

  ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મોટો નિર્ણય કર્યો છે. મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શમીએ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી.…

 

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મોટો નિર્ણય કર્યો છે. મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શમીએ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી. એક ભાવનાત્મક પોસ્ટ લખીને સફેદ જર્સીને અલવિદા કહ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યારે પહેલી વાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે તેમના મનમાં માત્ર એક જ સ્વપ્ન હતું – દેશ માટે કંઈક કરવુ. 13 વર્ષ પછી તે જ તારીખે તેમણે આ સફરને યાદો સાથે વિદાય આપી દીધી.

તેણે જણાવ્યું કે, હું વ્હાઇટ જર્સીને અલવિદા કહી રહ્યો છું, પણ તેની સાથે જોડાયેલી યાદોને ક્યારેય નહીં. ટેસ્ટ ક્રિકેટ મારા માટે માત્ર એક ફોર્મેટ નહોતું, તે મારા જીવનનો ખૂબ જ ખાસ ભાગ રહ્યો છે. મેદાન પર મારી છેલ્લી ટેસ્ટ બોલ ભલે ફેંકાઈ ચૂકી હોય, પરંતુ ભારત માટે રમવાનું ગર્વ હંમેશા મારા હૃદયમાં રહેશે.

https://www.instagram.com/reel/DfaKPcEymrL/?utm_source=ig_web_copy_link&srtk=NTc4MTIwNjQ2YQ==

શમીએ સ્પષ્ટ કર્યું કે, તે IPL અને ડોમેસ્ટિક ક્રિકેટ સહિત વ્હાઇટ બોલ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે. જરૂર જણાય તો ફિટનેસ જાળવી રાખવા માટે પ્રથમ શ્રેણી ક્રિકેટની ચાર દિવસીય મેચ પણ રમી શકે છે, પરંતુ ભારત માટે હવે ટેસ્ટ ક્રિકેટ નહીં રમે.

શમીએ પોતાની પોસ્ટમાં એ તમામ લોકોનો આભાર માન્યો, જેઓ તેની ક્રિકેટ કારકિર્દીના સારા અને મુશ્કેલ સમયમાં સાથે ઊભા રહ્યા. શમીએ સાથી ખેલાડીઓ, કોચ, પરિવારના સભ્યો અને કરોડો ભારતીય ફેન્સનો આભાર માન્યો. શમીએ લખ્યું કે, ‘આ તમામ લોકોએ દરેક પરિસ્થિતિમાં મારા પર વિશ્વાસ બનાવી રાખ્યો છે.’