RMCના વધુ 800 બાકીદારોનું હીટલિસ્ટ, દેવ દિવાળી પછી મિલકત સીલીંગ ઝુંબેશ

રાજકોટમાં દેવ દિવાળી પછી શુકનવંતા દિવસોની શરૂૂઆત થતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને વેરો ન ભરતા રીઢા અને મોટા બાકીદારો માટે દિવાળી પછી ખરેખર કમુરતા…

રાજકોટમાં દેવ દિવાળી પછી શુકનવંતા દિવસોની શરૂૂઆત થતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને વેરો ન ભરતા રીઢા અને મોટા બાકીદારો માટે દિવાળી પછી ખરેખર કમુરતા સમાન કપરા દિવસો શરૂૂ થવા જઈ રહ્યા છે. મનપાની ટેક્સ બ્રાન્ચ દ્વારા રૂૂ. 50 હજારથી વધુનો વેરો બાકી ધરાવતા તમામ બાકીદારો સામે સખ્તાઈથી પેશ આવવા માટે અત્યારથી જ વોર્ડ વાઈઝ હિટલિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આવા બાકીદારોની મિલકતના નળજોડાણ કાપવા, સીલ કરી દેવા માટે દેવ દીવાળી બાદ આકરી વસુલાત ઝૂંબેશનો તખ્તો ઘડાયો હોવાનું ટેક્સ બ્રાન્ચના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને આર્થિક કટોકટીની સીધી અસર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર પણ વર્તાઈ રહી છે.

ખાડી યુદ્ધ બાદ આવેલી આર્થિક અસ્થિરતા અને કટોકટીના કારણે રાજકોટ મહાનગરપાલિકાની આવકમાં પણ ઓટ આવી છે. આ ઉપરાંત, ડામર, પેટ્રોલિયમ પેદાશો અને અન્ય જરૂૂરી સામગ્રીના ભાવોમાં થયેલા ધરખમ વધારાને કારણે મનપાના ખર્ચમાં પણ મોટો ઉછાળો આવ્યો છે, જેની નકારાત્મક અસર રાજકોટ મનપાના નાણાકીય માળખા પર પડી છે. નાણાકીય વર્ષ દરમિયાન આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન જાળવી રાખવું તંત્ર માટે મોટો પડકાર બની રહ્યો છે. આ જ કારણોસર, મનપા દ્વારા આ વર્ષે વહેલાસર અને આક્રમક વસુલાત ઝુંબેશ શરૂૂ કરવા માટેનું સંપૂર્ણ ફૂલપ્રુફ પ્લાનિંગ પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યું છે, જેથી સમયસર ભંડોળ એકત્ર કરી શકાય અને શહેરી વિકાસના કામોમાં અડચણ ન આવે.

સીલ થવા છતા વેરો ભરતા ન હોય તેવી મિલકતોની થશે સીધી હરાજી
મનપાને વર્ષોથી વેરો ચુકવતા ન હોય અને સીલ કરી દેવામા આવી હોય તેવી સંખ્યાબંધ મિલકતો છે. તેના માલિકોને વખતોવખત મનપા તાકીદ કરે છે. વેરો ભરપાઇ કરી જવા અનેક વખત ચેતવણી આપવા છતા વેરો ભરતા નથી. સીલ થયેલી આવી મિલકતોની હરાજીનો ઘાણવો વસુલાત ઝૂંબેશમાં કાઢવામા આવશે. તેના માટે કોર્ટમાં કેવીએટ દાખલ કરવા સહિતની કાનુની પ્રક્રિયા દીવાળી પછી તુરંત ચાલુ કરી દેવામા આવશે તેવુ ટેક્સ બ્રાન્ચના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.