Site icon Gujarat Mirror

જામજોધપુરના સીદસર ગામમાં સગીરાને સર્પે દંશ દેતા કરૂણ મોત

સગીરાના મોતથી શ્રમિક પરિવારમાં શોક

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં એક વાડીમાં નિદ્રાધીન અવસ્થામાં રહેલી 16 વર્ષની તરુણીને ઝેરી સાપ કરડી જતાં કરૂૂણ મૃત્યુ નીપજતાં પરિવારજનોમાં ભારે કરુણાંતિકા છવાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહેતા ખેડૂત અમિતભાઈ જયસુખભાઈ માકડીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા જગનસિંહ હારુભાઈ બંદેડીયા નામના આદિવાસી ખેત મજુર ની 16 વર્ષની પુત્રી કવિતા, કે જે ગઈકાલે પોતાની વાડીની ઓરડીમાં સુઈ રહી હતી, જે દરમિયાન ઝેરી સર્પ કરડી જતાં તેણીનું ઘટના સ્થળે જ વિપરીત અસર થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકની માતા સંગીતાબેન બંદેડીયા એ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે દોડી જઈ, મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version