Site icon Gujarat Mirror

આદિપુરમાં અપહરણ કરી દુષ્કર્મનો પ્રયાસ કરતા સગીરાએ ઝેરી દવા પીધી

આદિપુરમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધવાની કોશિષ કરાતાં કિશોરીએ ઝેરી દવા પી લીધી હતી. આદિપુરમાં ટાગોર રોડ નજીક રહેનાર એક કિશોરીનું આઝાદ અલી સમસુદીનઅલી નામના શખ્સે અપહરણ કર્યું હતું. કિશોરીને ઝૂંપડામાં લઈ જઈ તેણે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધવાની કોશિષ કરી હતી. સાંજે ઘરે આવ્યા બાદ કિશોરીએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર અર્થે લઈ જવાઈ હતી. આ શખ્સ સામે પોલીસે ગુનો દાખલ કરી તેને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version