જામનગરમાં દૂધનું ચેકિંગ: 80 લીટર દૂધનો નાશ, 10 નમૂના લેવાયા

જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વહેલી સવારે 45-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જામનગર મહાનગરપાલિકાની ફૂડ…

જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વહેલી સવારે 45-દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા ના અધિકારી નિલેશ પી. જાસોલીયાની રાહબરી હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ મોબાઈલ વાનની મદદથી દૂધના 51 નમૂનાની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી.

તેમાંથી 10 નમૂના વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે શંકાસ્પદ ગણાયેલા અંદાજે 80 લીટર દૂધનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીનો હેતુ નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. દૂધ સહિતના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની આશંકાને પગલે તંત્ર દ્વારા ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લેબોરેટરીના અહેવાલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.