Site icon Gujarat Mirror

કાલાવડનાં પાતા મેઘપર ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે પરપ્રાંતિય શ્રમિક ઝડપાયો

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામમાં ખેત મજૂરી કામ કરતા શ્રમિકને પોલીસે ઇંગલિશ દારૂૂ સાથે પકડી પાડ્યો છે. કાલાવડ તાલુકાના પાતા મેઘપર ગામના ખેડૂત ચીમનભાઈ ખીમજીભાઇ વેકરીયા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રઘુનાથ અમરસિંહ ચંગોળ ને પોલીસે આંતરી લીધો હતો, અને તેની તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન તેની પાસેથી જુદી જુદી બ્રાન્ડની 27 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ રૂૂપિયા 9,500 ની કિંમત નો ઇંગ્લિશ દારૂૂ કબ્જે કરી લેવામાં આવ્યો છે, અને આરોપી સામે દારૂૂબંધી ભંગ બદલ ગુનો નોધવામાં આવ્યો છે.

Exit mobile version