વ્યાજના વિષચક્રમાં ફસાયેલા આધેડ જાહેરમાં લટકી ગયા

ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા વ્યાજંકવાદ વર્ષોથી ફુલ્યોફાલેલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉંચા વ્યાજનો ભોગ બનાનર ને પોલીસે મદદ કરશે તેવું સતત આશ્વાસન છતાંય…

ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા વ્યાજંકવાદ વર્ષોથી ફુલ્યોફાલેલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉંચા વ્યાજનો ભોગ બનાનર ને પોલીસે મદદ કરશે તેવું સતત આશ્વાસન છતાંય પોલીસ પાસે જવાના બદલે વ્યાજંકવાદ ની પીડા સહન કરવામાં આવીરહીછે. એ પીડા અસહ્ય બને એટલે આત્મહત્યા કરી ને જીવન ટૂંકાવી દેવામા આવેછેની ઘટના આજે સૂર્યના પહેલા કિરણોસાથે જ પ્રકાશમા આવીછે.ગેરેજ ચલાવતા આધેડએ પોતાની દુકાન સામેજ જાહેર રોડપર રાત્રી દરમિયાન વૃક્ષપર ચઢી, દોરી વડે ગળેફાંસો ખાઈ મોત વ્હાલુંકર્યુંછે મૃતકના ખિસ્સામાંથી નીકળેલ ચિઠ્ઠીમા આત્મહત્યા કરનાર આધેડ એ જીવનની છેલ્લી ઘડીએ લખેલી વેદના લોકો સામે આવતા અરેરાટી ફેલાઈગઈ છે.

મૂળ તળાજાના દીનદયાળનગર (ખારો) ના રહેવાસી અને હાલ પાવઠી ગામે રહેતા તથા ગોપનાથ રોડપરના પેટ્રોલ પમ્પનજીક ભાડેની દુકાનમા ઝાંઝર બોડી ગેરેજ ચલાવતા ફિરોજશા હુસેનશા પટ્ટણી(મુન્ના પટ્ટણી) ઉ.વ.આ.51 ની લાશ આજ રોડ પરના વૃક્ષ પરથી વહેલી સવારે લટકતી જોવા મળી હતી.
મૃતકને હોસ્પિટલ લાવતા તેમના ખિસ્સામાંથી બે પેજની ચિઠ્ઠી નીકળીહતી.જેમા મૃતકનો છેલ્લી ઘડીના શબ્દોમા આરોપ હતોકે આઠ વ્યક્તિના જુલ્મ અને ત્રાસ ના કારણે મારેઆ પગલુ ભરવુંપડેછે.મને મરવા મજબુર કરનાર છે.આઠ વ્યક્તિના નામ સરનામાં સાથે લખ્યાછે.જેમાં ઉપર જમાવેલ વ્યક્તિ 20% વ્યાજ લેછેનોપણ ઉલ્લેખ કરેલ છે.

મૃતકના ભાઈએ જણાવ્યુ હતુંકે પોલીસ મૃતકનો મોબાઈલ અને ચિઠ્ઠી કબ્જે લીધા છે.મુન્નાભાઈ પટ્ટણીના ચાર સંતાનો પિતા વિહોણા બન્યાછે. આ વૃક્ષની સામેના જ વૃક્ષપર થોડા સમય પહેલા એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હતો. આ સ્થળપર બીજો બનાવ છે.મૃતકએ વૃક્ષપરથી લટક્યો ત્યારે છેલ્લે તેનાહાથમાં વૃક્ષનું પાંદડું જોવા મળ્યુંહતું.

દેવું ચૂકતે કરવામાં પાંચ લાખમાં પ્લોટ વેચી નાખ્યો
મૃતકના ભાઈ ફારૂૂકભાઈ પટ્ટણી એક સામાજિક કાર્યકર છે.તેઓએ જણાવ્યું હતુ કે લેણાવાળાના કારણે પોતાના ભાઈને તળાજા છોડીને પાવઠી જતું રહેવું પડયું.પોતાના નામે પ્લોટ હતો એ પ્લોટપણ દોઢેક વર્ષ પહેલાં પરિવારના સભ્યને રૂૂપિયા પાંચ-સાડાપાંચ લાખમા વેચી દીધો હતો. આઠ વ્યક્તિ ના જુલ્મ અને ત્રાસના કારણે અંતિમ પગલું ભરનાર ના અંતિમ શબ્દોમાં 8 જુલ્મી પૈકીના એક ભાવનગર ના વતની છે. સીટી બસ ચલાવતા હોવાનો ઉલ્લેખ સાથે રૂૂ.2.80 લાખ લીધાહતા.તેના બદલામાં ચેક આપેલ હતા..રૂૂ.3.30 લાખ ચૂકવી દીધા છતાંય ચેક પરત આપતા નથી.